હિટ વેવ વચ્ચે રાજ્યમાં પારો 40 ડિગ્રીની નીચે

  • March 23, 2024 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં પાંચ દિવસ માટે હિટ વેવનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. પરંતુ ગઈકાલ રાતથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું છે અને રાજકોટ અમરેલી સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે આવી ગયો છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ પોરબંદર અમરેલી ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ઊંચકાતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથો સાથ ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી લોકોને બેચેનીનો અનુભવ થશે. તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ તેની કોઈ અસર ગરમીની તીવ્રતા પર જોવા મળતી નથી. આજે સવારથી જ ગરમી શરૂ થઈ ગઈ છે રાજ્યના નવ સેન્ટરમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી વધુ અને 40 ડીગ્રીથી ઓછું નોંધાયું છે. ઓખામાં આજે સવારે ભેજનું પ્રમાણ 91% દ્વારકામાં 88% નલિયામાં 85% પોરબંદરમાં 73 રાજકોટમાંથી 77 અને સુરતમાં 74% નોંધાયું છે.
રાજકોટ અને અમરેલીમાં બે દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી ઉપર રહ્યું હતું પરંતુ શુક્રવારે તેમાં મામૂલી ઘટાડો થયો છે અને અમરેલીમાં 39.8 રાજકોટમાં 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News