માનસિક રીતે અસ્વસ્થ કલ્યાણપુર તાલુકાની સગીરાએ સળગી જઈ આપઘાત કર્યો

  • June 23, 2021 11:38 AM 

બોલાચાલી બાદ પત્ની રિસામણે જતા દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી

કલ્યાણપુર તાલુકાના મણિપર હાબરડી ગામે રહેતી પૂજાબેન રાણાભાઇ રામાભાઇ ચાવડા નામની 17 વર્ષની સગીર વયની યુવતીએ ગત તારીખ 18 મીના રોજ સવારના સમયે પોતાના ઘરે પોતાના હાથે શરીર પર કેરોસીન છાંટી, દીવાસળી ચાંપી લેતા તેણીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.

મૃતક સગીરા છેલ્લા એકાદ માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય અને તેણીની સારવાર કરાવવામાં આવી ન હોય, આ વચ્ચે થોડા દિવસ પૂર્વે તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું તેણીના માતા હીરીબેન રાણાભાઇ ચાવડાએ કલ્યાણપુર પોલીસમાં જાહેર કર્યું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે એ.ડી. મુજબ નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

જ્યારે દ્વારકા તાલુકાના લાડવા ગામના વાડી વિસ્તારમાં રહેતા પરબતભાઈ શામજીભાઈ વાઘેલા નામના 25 વર્ષના દેવીપુજક યુવાનને તેના પત્ની મંજુબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મંજુબેન તેઓના બંને સંતાનોને મુકીને રિસામણે પિયર ચાલી જતા આ બાબત પરબતભાઈને મનમાં લાગી આવ્યું હતું.

આથી ગઈકાલે મંગળવારે બપોરના સમયે તેણે એક બંધ દુકાનના ઓટલા પાસે બેસી અને પાકમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયુ હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કાનાભાઈ શામજીભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)