બંધારણની કલમ ૪૪માં દર્શાવેલી દેશમાં વસતા તમામ નાગરિકો માટે સમાન પ્રકારની કાયદો વ્યવસ્થા હોવી જોઈએ તેની કરાયેલી કલ્પનાની દિશામાં આગળ વધતા ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (ઞઈઈ)ને લાગુ કરવા પૂર્વે નાગરિક સમાજના મંતવ્યો જાણવા માટે નિમાયેલી સમિતિના સભ્યો સી. એલ. મીના અને આર. સી. કોડેકરે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સમિતિના સભ્યોએ સંવાદ સાધી સમાન નાગરિક સંહિતા (ઞઈઈ)ના અમલીકરણમાં ક્યા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં સૂચનો, મંતવ્યો જાણ્યાં હતાં.
આ બેઠકમાં સમિતિના સભ્ય સી.એલ.મીનાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા રાજ્યના નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ અગત્યના છે. સમાનતાને અનુલક્ષી સમાન સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકોના અભિપ્રાયોના સઘન અભ્યાસ પછી સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે. સમિતિએ પુખ્તવયના લોકોને ીભભલીષફફિિ.ંશક્ષ પોર્ટલ પર તારીખ ૧૫ એપ્રિલ પહેલાં પોતાના મંતવ્યો/ અભિપ્રાયો રજૂ કરવા જણાવ્યું હતુ.
આ સમિતિએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગે ઉદભવનારી ભ્રાંતિઓથી આશ્વસ્થ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા (ઞઈઈ)માં મહિલા અને બાળકોના અધિકારો વિશે વ્યાપક ધ્યાન આપવું જરૂરી છે. ધર્મની સ્વતંત્રતા બરકરાર રાખીને લગ્નની વિવિધ પદ્ધતિઓ અને રીતરિવાજોમાં બદલાવ કરવા માટેનો આ ઉપક્રમ નથી તે બાબતની ઉપસ્થિત લોકોને સમજ આપી હતી.
સમિતિના સભ્યોએ સમાન નાગરિક સંહિતા અંગેનો કોઈ જનમતસંગ્રહ નથી, પરંતુ પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં બદલાતા સમય સાથે તેની સાથે કઈ રીતે તાદાત્મ્ય કેળવી શકાય એ દિશામાં જવાનો એક પ્રયત્ન છે. તેવી સમજ આપીને વ્યાપક નાગરિક સમાજ પોતાના અભિપ્રાય-મંતવ્ય અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીએ સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) માટે નિમાયેલી સમિતિનો પરિચય આપી ભાવનગર જિલ્લાનો વ્યાપક સહયોગ મળશે એવી વહીવટી તંત્ર વતી ખાતરી આપી હતી.
આ બેઠકમાં વિવિધ સંસ્થાના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકિય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) માટે વેબ-પોર્ટલ વિિંંાત://ીભભલીષફફિિ.ંશક્ષ પર અથવા- સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર- ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. કલેકટર હનુલ ચૌધરી, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વકીલ મંડળના પ્રમુખો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, સ્કૂલ- કોલેજના આચાર્યઓ, ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech