જેતપુરના અમરનગર ગામે રોડ બનાવવા માટે નડતરપ કુંડી તોડી નાખી હતી. જે બાબતનો ખાર રાખી અહીં જેતપુર ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનના પુત્રને ગામમાં જ રહેતા પિતા–પુત્રએ મારમારી ધમકી આપી હતી.
જેતપુરના અમરનગર ગામે જુના દલિતવાસ વિસ્તારમાં રહેતા પ્રવીણ ભલાભાઇ પરમાર (ઉ.વ ૩૭) નામના યુવાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં અમરનગરમાં જ રહેતા મનોજ ખોડાભાઈ પરમાર અને ખોડા બેચરભાઈ પરમારના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને યુવાનના માતા મણીબેન અમરનગર ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન હોય અને હાલમાં અહીં જૂના દલિતવાસમાં એજન્સી મારફતે રોડનું કામ ચાલી રહ્યું છે જેની દેખરેખ ફરિયાદી રાખે છે.
ગઈકાલે અહીં જુના દલિતવાસમાં રોડનું કામ ચાલુ હતું ત્યારે બપોરે અહીં બાજુમાં રહેતા નારણ બેચરના ઘર પાસે જૂની પડતર કુંડી જે રોડ બનાવવામાં નડતરપ હોય તે તોડી નાખવામાં આવી હતી. જેથી ખોડા બેચરભાઈ પરમાર અને તેનો દીકરો મનોજ અહીં બજારમાં આવી યુવાનને ગાળો આપી કહેતા હતા કે મારી કુંડી શું કામ તોડી? તેમ કહી મારામારી કરવા લાગ્યા હતા દરમિયાન યુવાનના ભાઈ સહિતનો આવી જતા તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. આ સમયે પિતા–પુત્રએ ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છું પરંતુ હવે અમારા ઘરની બાજુમાં ફરકીશ તો જાનથી મારી નાખીશું. જેથી આ અંગે યુવાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યારે અન્ય એક બનાવમાં જસદણમાં આંબેડકરનગર સ્મશાન સામે રહેતા પ્રફુલ કનુભાઈ પરમાર (ઉ.વ ૩૦) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ હિંમતભાઈ પરમાર, ભરત કનુભાઈ ખેતરીયા અને પાયલ ભરતભાઈ ખેતરીયા (રહે. ત્રણેય આંબેડકરનગર) ના નામ આપ્યા છે યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશ પરમારના ઘરે અવનવા અજાણ્યાચો આવતા હોય જેથી આ બાબતે તેને સમજાવતા ધર્મેશ અને ભરતને સા નહીં લાગતા ત્રણેય આરોપીઓ એકસપં કરી યુવાનને ગાળો આપી ધોકા અને લાકડી વડે માર માર્યેા હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech