રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈ તા. ૨૪ ઓગષ્ટના લેશે ખંભાળીયાની મુલાકાત

  • August 23, 2021 11:06 AM 

રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્યશ્રી ડૉ.રાજુલબેન દેસાઈ તા.૨૩-૮-૨૦૨૧ થી તા.૨૮.૮.૨૦૨૧ સુધી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તા.૨૪ ના રોજ તેઓ જામનગર તથા ખંભાળિયા ના 'સખી' વન સ્ટોપ સેન્ટર તેમજ મુલાકાત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની મુલાકાત લેશે અને આશ્રિત મહીલાઓ સાથે તેમની સમસ્યાઓ બાબતે ચર્ચા કરશે. ત્યારબાદ નારી શક્તિ સંમેલનમાં મહિલાઓને આયોગની કામગીરી અને મહિલા કલ્યાણલક્ષી કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ બાબતે માહિતગાર કરશે. ત્યારબાદ કલેકટર, પોલીસ અધિક્ષક અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે મહિલાઓ સાથે થતા અપરાધો અને મહિલા કલ્યાણ ક્ષેત્રે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS