દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણના અંતિમ દિવસોમાં મેઘરાજાની ધીમીધારે જળવૃષ્ટિ

  • September 06, 2021 11:13 AM 

બે દિવસમાં ખંભાળિયામાં પોણો ઈંચ, કલ્યાણપુરમાં અડધો ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી મેઘવૃષ્ટી છેલ્લા બે દિવસમાં હળવી રહી હતી. જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. પરંતુ ધીમીધારે વરસેલા વરસાદથી પાક તથા પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવાર તથા રવિવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા તાલુકામાં શનિવારે 11 મી.મી. અને રવિવારે 9 મીમી વરસાદ, જ્યારે ભાણવડમાં બે દિવસ દરમિયાન ત્રણ-ત્રણ મિલીમીટર, કલ્યાણપુરમાં શનિવારે 11 મિલીમીટર અને દ્વારકામાં શનિવારે 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

બે દિવસ દરમિયાન ખંભાળિયામાં 20, કલ્યાણપુરમાં 11, તથા ભાણવડ અને દ્વારકામાં છ- છ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ અનુક્રમે 550, 598, 356 અને 307 મિલીમીટર નોંધાયો છે.

જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 64.22 ટકા થયો છે. ગઈકાલે દિવસ દરમિયાન સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા અને વાતાવરણમાં નોંધપાત્ર ટાઢક પ્રસરી હતી. જો કે રાજ્યમાં જળસ્રોતોની દ્રષ્ટિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછું જળરાશિ સંગ્રહિત છે. જે ચિંતાની બાબત પણ ગણી શકાય. જિલ્લામાં પાકનું ચિત્ર હવે સુધર્યું છે. પરંતુ જિલ્લાના મોટાભાગના ડેમ હાલ તળિયાઝાટક જેવી પરિસ્થિતિમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS