દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત ઈંચ સુધીના વરસાદ બાદ મેઘરાજાનો વિરામ: ઉઘાડ નીકળતા લોકોમાં રાહત

  • June 21, 2021 11:01 AM 

ઘી ડેમની સપાટીમાં વધારો: ભાણવડ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારથી થયેલી મેઘસવારી ગઈકાલે શનિવારે પણ આવીરત રીતે વરસી હતી. જોકે ગઈ કાલે રવિવારે મેઘરાજાએ પોરો ખાતો હતો.

    ખંભાળિયા પંથકમાં શુક્રવારે જ થી વધુ વરસાદ શુક્રવારે રાત્રે તથા શનિવારે આખો દિવસ પણ નોંધપાત્ર વરસાદી ઝાપટા વરસતા વધુ અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ખંભાળિયામાં બે દિવસના સમયગાળામાં સુધી કુલ સાત ઈંચ (174 મીલીમીટર) વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 22.25 ટકા થયો છે. ગઈકાલે રવિવારે દિવસ દરમ્યાન શહેરમાં માત્ર હળવા છાંટા વચ્ચે મહદ અંશે ઉઘાડ રહ્યો હતો. આટલું જ નહીં દિવસ દરમિયાન સૂર્યનારાયણના દર્શન સાથે વરાપ નીકળતા રસ્તાઓ તથા વાતાવરણ ચોખ્ખા થયા હતા. શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં પ્રથમ વખત આ પહેલા વરસાદથી ચાર મીલીમીટર નવું પાણી આવ્યું હતું અને ડેમની સપાટી સવા સાત ફૂટ સુધી પહોંચી છે.

    આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના ભાણવડ તાલુકામાં નોંધપાત્ર વરસાદથી મોસમનો કુલ વરસાદ 107 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 92 મીલીમીટર અને દ્વારકા તાલુકામાં આઠ મીલીમીટર વરસાદ નોંધાયો છે.

    ચોમાસાના પ્રારંભે નોંધપાત્ર અને વાવનીજોગ વરસાદ પડી જતા આજરોજ ભીમ અગિયારસના શુકન રૂપે ધરતીપુત્રો દ્વારા વાવણીનો પ્રારંભ થશે. આજે સોમવારે સવારથી જ વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા.

    બે દિવસના નોંધપાત્ર વરસાદના કારણે ખંભાળિયા તાલુકા સહિતના નાના-મોટા અનેક જળાશયોમાં નોંધપાત્ર પ્રમાણમાં નવા નીરની આવક થવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS