દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની હાથતાળી

  • July 20, 2021 11:15 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમુકીને વરસવાના બદલે માત્ર ડહોળ જ કરે છે. ખંભાળિયા પંથકમાં ગઈકાલે વાદળોની આવન-જાવન વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો. પરંતુ દિવસ દરમિયાન ધોધમાર વરસવાના બદલે મેઘરાજાએ હાથતાળી આપી માત્ર હળવા છાંટા જ વરસાવ્યા હતા. આ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.

   આજે સવારે પુરા થતાં 24 કલાક પછી મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 335, ભાણવડમાં 212, કલ્યાણપુરમાં 365 અને દ્વારકા તાલુકામાં 147 મીમી નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 37.55 ટકા થયો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે સંદર્ભે લોકો હવે મુશળધાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS