ગોંડલમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: એક કલાકમાં ચાર ઇંચ વરસાદ, શહેર જળબંબાકાર, વાહનો તણાયા...જુઓ તસવીર

  • June 14, 2025 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.




અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નાના વાહનો તેમાં તણાતા જોવા મળ્યા હતા, જેના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવો નજારો સર્જાયો હતો.




ગોંડલમાં આ ધોધમાર વરસાદથી હાહાકાર મચી ગયો હતો. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. વીજળી ગુલ થવાથી પણ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.




આ મેઘતાંડવને પગલે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોંડલના લોકો માટે આ વરસાદ આશીર્વાદને બદલે આફત બનીને આવ્યો છે. આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application