જામનગરમાં મેઘાડંબર: ભારે પવન ફુંકાયો

  • July 20, 2021 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં સવારે ઝાપટા: જામજોધપુર અને જોડીયા પંથકમાં ભારે ઝાપટા

આજે સવારે 9-15 વાગ્યા આસપાસ જામનગરના વાતાવરણમાં એકા એક પલ્ટો આવ્યો છે, પવન ફુંકાવાની શઆત થઇ છે અને ધીમી ધારે વરસાદ શ થયો છે, વરસાદી માહોલ બંધાતા ખેડુતોને પણ આશા જાગી છે, જામજોધપુર અને જોડીયા પંથકમાં ઝાપટા પડયા હતા, કેટલાક ડેમોમાં નવા નીરની આવક શ થઇ છે.

જામનગર શહેરમાં આજે વહેલી સવારે વરસાદી વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ શ થયો હતો, જો કે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર હાલારમાં વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે, તેને ઘ્યાનમાં લઇને બંને જીલ્લાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે, અધિકારીઓને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે, ગામડાઓમાં જે રીતે વાદળીયુ વાતાવરણ છે તે જોતા બપોર સુધીમાં વરસાદ થવાની શકયતા છે.

ગઇકાલે જોડીયા અને જામજોધપુર વિસ્તારમાં અવાર નવાર વરસાદી ઝાપટા પડયા હતા જો કે માત્ર બે મીમી વરસાદ નોંધાયો હતો, આમ વરસાદની આગાહી છે ત્યારે જામનગર સહિત સમગ્ર જીલ્લામાં વરસાદી વાતાવરણ થયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS