ભાણવડ રણજીતપરા મેઇન રોડ પર મેગા ડીમોલેશન: ર0 દુકાનો દૂર કરાઇ

  • June 16, 2021 10:41 AM 

જકાતનાકા વિસ્તારથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પરના તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર જેસીબી અને એક હીટાચીની મદદથી કામગીરી આરંભાઇ: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભાણવડ નગરપાલિકાને સુપરસીડ કરવાના આદેશ જારી કરવામાં આવ્યાની બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાણવડના રણજીતપરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આજે વ્હેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મેગા ઓપરેશનમાં તંત્ર દ્વારા ચાર જેસીબી અને એક હીટાચીની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંદાજે ર0 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી હતી, આ મેગા ઓપરેશનના પગલે ભાણવડમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ભાણવડ શહેરમાં આવેલા ગેરકાયદે બાંધકામો અંગે હાથ ધરાયેલી તપાસની કામગીરી પૂર્ણ થયાની સાથે જ જિલ્લા કલેકટરના આદેશ અનુસાર આવા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી પ્રાંત અધિકારી દિનેશ ગુવ અને મામલતદાર અઘેરાના નેજા હેઠળ આજે સવારથી હાથ ધરવામાં આવી હતી, આ મેગા ઓપરેશનમાં પીએસઆઇ જોશી તથા 100 થી 1પ0 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સાથે રાખવામાં આવ્યો હતો.

શહેરના જકાતનાકા વિસ્તારથી પોલીસ સ્ટેશન સુધીના આશરે દોઢ થી બે કીમીના મેઇન રોડ પર આવેલી તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવા વહીવટી તંત્રએ ચાર જેસીબી અને એક હીટાચીની મદદથી ડીમોલીશનની કામગીરી શ કરવામાં આવી હતી, વહીવટી તંત્ર આ કડક કાર્યવાહીના પગલે શહેરના અન્ય વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ ધરાવતા લોકોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો સંદર્ભે પણ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના પગલે ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં આ કાર્યવાહી અટકાવવા માટે ભારે દોડધામ આરંભવામાં આવી હોવાની બાબતો જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS