મોરબી રોડ પર 50 કરોડની સરકારી જમીનમાં દબાણ: કલેકટર તંત્રનું મેગા ડિમોલિશન

  • July 09, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી રોડ પર સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ થયું હોવાની વિગતો બહાર આવ્યા પછી આજે પૂર્વ ઝોન મામલતદાર અને તેની ટીમ દ્વારા આવા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. દબાણ હટાવની કામગીરી વખતે બંદોબસ્તમાં રહેલ પોલીસે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કર્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત પ્રેમીઓમાં બોક્ષ ક્રિકેટ પીચનો નવો ક્રેઝ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં આવા ઘણા બોક્સ ક્રિકેટ પીચ હોય છે. પરંતુ શહેરની ભાગોળે મોરબી રોડ પર પણ 6 પીચ વાળું આવું બોક્સ ક્રિકેટ જોવા મળ્યું હતું. સરકારી જમીન પર બનેલ આ દબાણ પણ તોડી પાડવામાં આવ્યું છે
મોરબી રોડ પર આ સરકારી જમીનમાં ચામુંડા હોટેલ, રાધિકા મસાલા માર્કેટ, શ્રી દ્વારિકેશ ઓટો, જલારામ ગાંઠિયા -ભજીયા સેન્ટર, મોમાઈ ટી સ્ટોલ, ખોડલ હોટલ, ઝુલેલાલ દાળ પકવાન, દ્વારિકાધીશ નાસ્તા હાઉસ, ખેતલા આપા પાન એન્ડ કોલ્ડ્રીંક, એટી રોટલા એક્સપ્રેસ જેવા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
મોરબી રોડ ઉપર આવેલ યુએલસી ફાજલ સર્વે નંબર 53 પૈકી બે પૈકી ત્રણની 22,561 ચોરસ મીટરમાં કોમર્શિયલ દબાણ ઉપર પૂર્વ ઝોન મામલતદારની ટીમે ડીમોલેશન કર્યું. 15 જેટલા દબાણ હતા તેમાં એક હોટલ, ત્રણ પાનના ગલ્લા, પાંચ ચા ની કેબીન, ત્રણ સિઝનલ સ્ટોર, એક સર્વિસ સ્ટેશન, એક પંચર ની દુકાન, એક બોક્સ ક્રિકેટ જેમાં છ પીચનુ દબાણ તોડી 50 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. પોલીસ, આરએમસી, પીજીવીસીએલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દબાણ હટાવવામાં પૂર્વ ઝોન મામલતદાર એસ.જે ચાવડા, તલાટી મંત્રી ધારા વ્યાસ, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, નાયબ મામલતદાર સરફરાજ મલેક હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application