મોરબી રોડ ઉપર મેગા ડિમોલિશન 203 કરોડની જમીન ખુલી કરાઇ

  • December 13, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી આજે વહેલી સવારે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચનો કાફલો મોરબી રોડ ઉપર ત્રાટક્યો હતો અને મેગા ડિમોલિશન હાથ ધરી ટીપી સ્કિમોના વિવિધ હેતુ માટેના રિઝર્વેશનના છ પ્લોટ્સમાંથી 70 દબાણો દૂર કરીને અંદાજે રૂ.203 કરોડની કિંમતની 37,861 ચોરસ મીટર જમીન ખુલી કરાવી હતી.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાએ મેગા ડિમોલિશનની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે (1) સૌ પ્રથમ પેડક રોડ ઉપર ટીપી સ્કિમ નં.8ના શાળા અને રમત ગમત હેતુનો ફાઇનલ પ્લોટ નં.191 કે જે વાજપેયી ઓડિટોરિયમ પાછળ આવેલો છે ત્યાંથી આઠ ઝુંપડા ત્યારબાદ (2) મોરબી રોડ જકાતનાકા પાસે આવેલા ટીપી સ્કિમ નં.12ના એસઇડબ્લ્યુએસ હેતુના ફાઇનલ પ્લોટ નં.99માંથી 11 ઝુંપડા તથા એક કાચી ઓરડી (3) મોરબી રોડ જકાતનાકા પાસે આવેલા ટીપી સ્કિમ નં.12ના વાણિજ્ય હેતુના ફાઇનલ પ્લોટ નં.100માંથી ચાર ઝુંપડા અને રેતી કપચીના ઢગલા સહિતના છ દબાણો (4) મોરબી રોડ ઉપર શાંતિ બંગ્લોઝની સામે ટીપી સ્કિમ નં.17ના વાણિજ્ય હેતુના ફાઇનલ પ્લોટ નં.17/એમાંથી ચાની હોટેલ અને સર્વિસ સ્ટેશન સહિતના બે દબાણો (5) મોરબી રોડ ઉપર શાંતિ બંગ્લોઝની બાજુમાં ટીપી સ્કિમ નં.15 ના શોપિંગ સેન્ટર હેતુના ફાઇનલ પ્લોટ નં.20/બીમાંથી 10 કાચા ઝુંપડા અને ત્રણ ઈંટોની કાચી ઓરડી સહિત કુલ 13 દબાણો તેમજ (6) મોરબી રોડ ઉપર શાંતિ બંગ્લોઝની બાજુમાં ટીપી સ્કિમ નં.15ના વાણિજ્ય હેતુના ફાઇનલ પ્લોટ નં.20/એમાંથી એક રેસ્ટોરન્ટની કાચી ઓરડી, ત્રણ પતરાના કાચા શેડ અને 20 ઝુંપડા સહિતના 24 દબાણોનો ઉપર બુલડોઝર ફેરવી દઇને દૂર કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત છ સ્થળોએ ડિમોલિશન કરી છ પ્લોટ્સની મળી કુલ 203 કરોડની કિંમતની 37,861 ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application