સ્વસ્થ ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે...
સ્વ. એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભવ્ય આયોજન: વિવિધ સમાજની 24 ક્ધયા છાત્રાલયો માટે 60 અને 150 કમ્પ્યુટર સિસ્ટમનું વિતરણ: સાંસદને જન્મદિન શુભેચ્છાઓ આપવા માનવ મહેરામણ ઉમટ્યો: સેવાયજ્ઞનો જામનગર જિલ્લાના હજારો દર્દીઓએ લીધો લાભ: ડોક્ટર્સ પેરામેડીકોઝ સ્વયંસેવકો-સહયોગીઓ સહિત સૌની પ્રસંશનીય અને સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણની કરી સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિ...
જામનગર : તબીબી સારવાર અને વિશેષ સેવાઓ એ હાલના સમયની તાતી માંગ છે, જે જન જનને તંદુરસ્ત અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું બળ પુરૂ પાડી જન જનને એક સુખદ અનુભૂતિનો અહેસાસ કરાવે છે આ બાબતનું હાર્દ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પની આપણને સૌને પ્રેરણા આપનાર આદરણીય વડાપ્રધાન મોદીના આ પ્રેરકબળથી જામનગરમાં ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગરમાં જાહેર જનતા માટે સર્વરોગ નિદાન સારવારનો નિશુલ્ક મેગા કેમ્પ અને રકતદાન શિબિર નું આયોજન કરાયું હતું.
સ્વસ્થ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૪ માં જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા પખવાડીયા અંતર્ગત નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શિબિરનુ જામનગરમાં સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા અનન્ય આયોજન થયુ હતુ જેનો હજ્જારો દર્દીઓએ લાભ લીધો હતો અને ઓશવાળ સેન્ટર જામનગર ખાતે આ સુદ્રઢ આયોજનથી મહા "હેલ્થ મેલા" સમાન માહોલ બની રહ્યો હતો, કેમ કે નિદાન સારવાર અને તમામ દવાઓ વિના મુલ્યે પુરી પાડવાના આ સેવાયજ્ઞનો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત શહેરના ૭૦૦૦ થી વધુ નાગરીકોએ બહોળી સંખ્યામા લાભ લીધો હતો.
ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલ રકતદાન શિબિરમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેવા ભાવિ નાગરિકો, યુવાનો, મહિલાઓ રકતદાન માટે ઉમટયા હતા, જેમાં ૧૨૭૫ જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું. જામનગર જી. જી. હોસ્પિટલ અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના સ્ટાફએ રક્ત એકત્ર કરવાની સુંદર કામગીરી બજાવી હતી.
તેમજ એકંદરે ડોકટર્સ- પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌની પ્રસંશનીય અને સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણએ સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિ કરી આ કેમ્પને એક આશીર્વાદ સમાન ગણાવ્યો હતો. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન-નાક-ગળાના નિષ્ણાંત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ અને ન્યુરોલોજી સર્જન જેવા વિવિધ વિભાગોમાં ૫૦-જેટલા નિષ્ણાંત ડોક્ટરઓએ સેવાઓ આપી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓનું નિદાન કરી, નિઃશુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવી હતી.
આ આયોજનના દિવસે સાંસદપુનમબેન માડમનો જન્મદિવસ હોવાથી તેઓને શુભેચ્છાઓ આશીર્વાદ આપવા માટે આંણદાબાવા સંસ્થાના સંત દેવપ્રસાદજી મહારાજ, ખિજડા મંદિરના પૂ. કૃષ્ણમણીજી મહારાજ, સ્વામીનારાયણ મંદિરના સ્વામી ચત્રભુજદાસજી અને પૂ. રસાદ્રરાયજી બાવા ઉપસ્થિત રહી પૂનમબેનને આશિર્વચન પાઠવી તેમના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. રાજ્યના કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને ધારાસભ્યઓ પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, ઉપરાંત પૂર્વ સાંસદચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, લાલજીભાઇ સોલંકી, મેરામણભાઈ ગોરિયા, ચિરાગભાઈ કાલરીયા તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદી-જુદી સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચઓ, નગરપાલિકાઓના ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ અનેક સંસ્થાઓ, એન.જી.ઓ., સંગઠનો તથા બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહી સાંસદને જન્મદિવસની ઉમળકાભેર શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌના ઉત્સાહ અને આશીર્વાદ લાગણીને હ્રદયપુર્વક સંસદસભ્ય પૂનમબેન માડમએ આવકારી સૌનો આભાર પ્રગટ કર્યો હતો.
સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રા. લી. દ્વારા સીએસઆર એકટીવિટીના ભાગરૂપે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા ની વિવિધ સમાજ ની -૨૪ કન્યા છાત્રાલયોને ૧.૫ ટન ના ૬૦ એસી અને ૧૫૦ કમ્પ્યુટર સિસ્ટમ અર્પણ કરાયેલ હતા. આ સાધનોના વિતરણ કાર્યક્રમમાં વિવિધ સમાજની કન્યા છાત્રાલયોના ટ્રસ્ટી-સંચાલક ગણ તથા બહોળી સંખ્યામાં વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી પૂનમબેનને તેમના જન્મદિને શુભેચ્છા સહ આભાર પ્રગટ કરેલ હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૪ માં જન્મદિવસ નિમીતે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદપૂનમબેન માડમ દ્વારા ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સૌજન્યથી નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન શિબિરનું સુંદર આયોજન તા.૨૩ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ હતુ. જેને ખૂબ જ સારો પ્રતિભાવ મળતા કાર્યક્રમ સફળ રહયો હતો.
જન-જનમાં ચૈતના સંચારી સ્વસ્થ ભારત ભવ્ય ભારતનું નિર્માણ કરવાના પ્રધાનમંત્રી મોદીના અંત્યોદયથી સર્વોદય સાકાર કરવાના સંકલ્પને સાકાર કરવા "સર્વજન હિતાય સર્વજન સુખાય" હેતુ જામનગર ખાતે સર્વરોગ નિદાન મેગા (સ્પેશ્યાલીસ્ટ સુપરસ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ સર્વીસીસ) નિદાન કેમ્પ યોજવાનો અવસર સાંપડતા દર્દીનારાયણની સેવાની તક મળી તેને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ એક સેવાયજ્ઞરૂપી અવસર ગણાવ્યો હતો.
જામનગર, દેવભૂમી દ્વારકા જિલ્લા અને મોરબી તાલુકાના નાગરીકોએ બહોળો લાભ લેતા આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર મેગા કેમ્પની ભવ્ય સફળતાને ઉમદા પ્રેરણા સ્ત્રોત સમાન વૈશ્વીક નેતા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવાના હેતુથી આ સફળતાને સંસદસભ્ય પૂનમબેન માડમએ રાષ્ટ્રને સમર્પીત કરી હતી.
અત્રે વિશેષ રૂપે ઉલ્લેખનીય છે, કે સેવા- સમર્પણ- સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, આપના સૌના હૃદયસમ્રાટ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના નિમિતે યોજાયેલ આ કેમ્પને પ્રચંડ જનસમર્થન મળ્યું હતુ. જન સેવા સાર્થક કરતા સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતી વખતે સાંસદ પૂનમબેનએ ગરીમામય અનુભુતી કરી હતી, તેમ અખબારી યાદીમા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech