પોરબંદરમાં ભાજપ દ્વારા સદસ્યા અભિયાન અંતર્ગત યોજાઇ બેઠકો

  • September 07, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા સંગઠન પ્રભારી  પ્રદીપભાઈ ખીમાણી એ વિવિધ બેઠકો યોજી હતી અને ચૂંટાયેલ સભ્યો, જિલ્લા ભાજપના વિવિધ મોરચા, સરકારની વિવિધ સમિતિઓના સભ્યો, પાલિકાના સદસ્યો, શહેરના હોદેદારો, સિનિયર આગેવાનો સાથે સદસ્યતા અભિયાનને ઘર -ઘર સુધી પહોંચાડવા રણનીતિ ઘડી હતી. દેશભરમાં ચાલી રહેલ ભારતીય જનતા પાર્ટી ના સદસ્યતા અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીએ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ બેઠકો યોજી હતી. 
જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદેદારો-કાર્યકરો, ચૂંટાયેલ સભ્યો, સરકારની વિવિધ સમિતિઓના સભ્યો, પાલિકાના સદસ્યો, શહેરના હોદેદારો, સિનિયર આગેવાનો સાથે સદસ્યતા અભિયાન ને ઘર- ઘર સુધી પહોંચાડવા રણનીતિ ઘડી હતી અને પોરબંદર જિલ્લામાં દરેક બુથ સુધી કઈ રીતે પહોંચવું અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી અંગે ચર્ચા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application