ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાના આયોજન માટે બેઠક

  • April 21, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'છોટી કાશી' માં જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાઈ


છોટી કાશી ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં બ્રાહ્મણ  સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રા નું પ્રતિ વર્ષે જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. જે અનુસાર આ વખતે પણ ભગવાન પરશુરામના જન્મોત્સવના દિવસે ભવ્ય પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


આગામી તા ૨૯.૪.૨૦૨૫ ને શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે ભગવાન પરશુરામજી ની શોભાયાત્રાના આયોજન માટેની દ્વિતીય બેઠક તારીખ ૨૦ને રવિવારે રાત્રે ૯-૩૦ કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં યોજાઈ હતી.


સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, ઉપરાંત શહેર પ્રમુખ આશિષ જોષી, મહામંત્રી હિરેન કનૈયા, સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ, અને આ વખતની શોભાયાત્રા ના કન્વીનર મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતિયા, અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મિન ધોળકિયા,  પહેર યુવા મહામંત્રી વિમલ જોષી ઉપરાંત અન્ય યુવા પાંખના યસ ભાઈ ભૂદેવ, તેજસ કનૈયા, દેવેન શુક્લ, હર્ષલ જોશી, મેહુલ જોશી, હિતાર્થ જોશી, રુદ્ર પંડ્યા, દેવાંશુ શુક્લા, અને ઉપેન્દ્ર વ્યાસ ની ઉપસ્થિતિમાં આયોજીત આ બેઠકમાં મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. તેમજ આગામી શોભાયાત્રા ભવ્યાતિભવ્ય બને, તે માટે ચર્ચા કરવામાં આવી હતી.


શોભાયાત્રા ના સમગ્ર આયોજન અર્થે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ બહોળી સંખ્યામાં શોભા યાત્રા સંદર્ભે ની બેઠકમાં ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ ભાઈઓ બહેનોને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ  શોભાયાત્રા નું સંચાલન કરનારા તમામ મહિલા અગ્રણીઓને પણ શુભકામનાઓ પાઠવી હતી. અન્ય મહાનુભાવો દ્વારા વક્તવ્ય અપાયા હતા, જેમાં જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તેમજ સુભાષભાઈ જોશી એ પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.


આ બેઠકમાં વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ-  બહેનો-બાળકો  વગેરે જોડાયા હતા. અને ઉપસ્થિત તમામે એક અવાજે શોભાયાત્રામાં તન-મન-ધનથી સહકાર આપવાની ખાતરી આપી હતી. 


આ વખતની સમગ્ર શોભાયાત્રા નું સૂકાન સૌ પ્રથમ વખત મહિલાઓ ને સોંપવામાં આવ્યું છે, અને મનિષાબેન સુંબડ ને સમગ્ર શોભાયાત્રા ના કન્વીનર તરીકે જવાબદારી સોપવામાં આવી છે. ઉપરાંત સહ કન્વીનર તરીકે બ્રહ્મ સમાજના ત્રણ અગ્રણી મહિલાઓ જાગૃતિબેન ત્રિવેદી, મીનાબેન જ્યોતિષી તેમજ વૈશાલીબેન જોષી ની નિયુક્તિ કરવામાં આવી છે. જેઓની આગેવાનીમાં શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવી રહયું છે. જેથી ગઈકાલની બેઠકમાં બહેનોની પણ વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી હતી, અને દયાશંકર બ્રહ્મપુરી ભૂદેવો થી ભરચકક બની હતી.


પરશુરામ શોભાયાત્રા ના સંકલન અને સંચાલન માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ વખતે પરશુરામ યાત્રાનો પ્રારંભ તેમજ બ્રહ્મ અગ્રણીઓ અને રાજકીય આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં રામપરા પાસે આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામજી ની મુખ્ય રથ ઉપરાંત ભગવાન પરશુરામજીની પાલકી તથા અન્ય જુદા જુદા ૧૫ જેટલા ટ્રેક્ટર સહિતના વાહનો જોડાશે ઉપરાંત પાંચ શણગારેલી ઘોડાગાડી પણ જોડવામાં આવશે, ઉપરાંત સમગ્ર અલગ અલગ ચાર ડી.જે. સિસ્ટમ સાથેના ફલોટ્સ પણ જોડાશે, ઉપરાંત ભગવાન પરશુરામજી ની પાલખી સાથે ખાસ મોરબી થી સુંદર આકર્ષક લાઇટિંગ વાળી છત્રી સાથેનો  ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવશે, અને કુલ ૧૨ છત્રી લઈને યુવાનો જોડાશે.


આ ઉપરાંત સમગ્ર સ્વભાવ યાત્રામાં ૧૫૧ જેટલા બાળકો ને વેસ્ટ સાથે તૈયાર કરીને શોભા યાત્રા ના રોડ પર જોડવામાં આવશે ત્યારે શોભાયાત્રા ના પ્રારંભે નાની નવ બડાઓ દ્વારા નવદુર્ગા ની કૃતિ રજૂ કરવામાં આવશે.


ત્યારબાદ સમગ્ર મહિલાઓની ટીમ દ્વારા ૧૮ મીએ રજૂ કરવામાં આવશે. જેમાં ૧૮ વર્ષથી લઈને ૨૦૦ થી વધુ બહેનો જોડાશે. 

જે સમગ્ર શોભાયાત્રા ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, સાથો સાથ શોભાયાત્રાના રૂટ પર ઠંડા પીણા પ્રસાદ શરબત વિતરણ સહિતના ફલોટ્સ તૈયાર કરાશે, તેમજ ભગવાન પરશુરામજી ની પાલખી નો ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવશે, ત્યારે કેટલાક સ્થળોએ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે તે સમગ્ર ધાર્મિક કાર્યક્રમોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application