રાજકોટના મેળાઓમાં રાઈડસ મામલે આજે હાઈકોર્ટ પર મીટ

  • August 23, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના લોકમેળાના ઉદઘાટનને હવે એક જ દિવસ આડો છે પરંતુ મેળાનું આરંભથી જ ચાલતું ઉલ્ટુ ચકકર હજી સીધું થયું નથી. સરકારની એસઓપીનો રાઈડસ ધારકો દ્રારા ઉલાળીયો કરી દેવાતા ગઈકાલે સાંજે અચાનક જ કલેકટર અને પોલીસ વિભાગ દ્રારા રાઈડસના કામો અટકાવી દેવામાં આવ્યા છે. રાત્રે વિજ પુરવઠો પણ નહીંવત કરાવી દેવાયો હતો. રાઈડસ સંચાલકોએ એસઓપી સામે શીંગડા ભરાવી હાઈકોર્ટમાં દાદ માગી છે. હાઈકોર્ટ દ્રારા આજે રાઈડસ મામલે શું ચુકાદો આપવામાં આવે ? તેના પર સૌની મીટ મંડાયેલી છે.

રાજકોટના ટીઆરપી ગેમઝોન અિકાંડને લઈને હવે આવી કોઈ માનવ ભૂલથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રાય સરકાર સાબદી બની હતી અને જાહેર આયોજનો માટે ખાસ એસઓપી બનાવી હતી. આ એસઓપી સીધી જન્માષ્ટ્રમીના યોજાતા મેળાઓને પણ લાગુ પડે. સૌરાષ્ટ્ર્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે કલેકટર તત્રં દ્રારા યોજવામાં આવે છે. આ વખતે આ મેળામાં એસઓપીની ગાઈડ લાઈન મુજબ ચાલવાનું હોવાથી રાઈડસ સંચાલકોને આ એસઓપી આકરી પડી હતી. રાઈડસ સંચાલકોએ આરંભે વહીવટી તંત્રને જો ફાઉન્ડેશનના નિયમ સહિતના ઘણાં ખરા નિયમો બદલવામાં નહીં આવે તો મેળામાં ભાગ નહીં લઈએ તેમ કહીને દબાવવાનો પ્રયાસ કર્યેા હતો. ત્રણ–ત્રણ હરાજીમાં આવ્યા ન હતા. અંતે એક જ પાર્ટીએ ખેલ પાડીને રાઈડસના ૩૧ પ્લોટ ૧.૨૭ કરોડની બોલીથી લઈ લીધા હતા અને આ પ્લોટ પેટામાં રાઈડસ સંચાલકોને ફાળવી દેવાયાનું જાણવા મળી રહ્યું છે.

એસઓપીની ઐસીતૈસી કરીને રેસકોર્ષના મેદાનમાં ગત સાહથી રાઈડસના માંચડા ખડકાવવા લાગ્યા હતા અને હવે રાઈડસનું ૯૦ ટકા સુધીનું ફીટીંગનું કામ પુર્ણ પણ થઈ ગયું છે. રાઈડસ સંચાલકો દ્રારા માર્ગ અને મકાન વિભાગના યાંત્રીક પેટા વિભાગમાં રાઈડસની ચકાસણીથી લઈ જરૂરી અલગ અલગ નિયમ બાબતે અરજી કરવાની પણ તસ્દી લેવાઈ ન હતી. એકસાથે હરાજીમાં તમામ પ્લોટ રાખનાર વિરેન્દ્રસિંહ ગોહીલ નામના વ્યકિત દ્રારા એસઓપીમાં ફાઉન્ડેશન કે નિયમને લઈને રાઈડસને આખરી સમયે તત્રં દ્રારા અટકાવવામાં ન આવે તેવા હેતુથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. સાથે ખાનગી મેળાવાળાઓ પણ જોડાયા છે. જેમાં એવો બચાવ રજુ કરાયો કે, સોઈલ રીપોર્ટ પોઝીટીવ એટલે કે, જમીન ખડકાળ હોવાનું જણાવાયું છે માટે ફાઉન્ડેશનની ફરજ પાડી ન શકાય. સહિતના મુદ્દા દર્શાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ ે અરજી સંદર્ભે ગઈકાલે સરકાર પક્ષે એવી રજુઆત કરાઈ હતી કે, એસઓપીનું સલામતીની દ્રષ્ટ્રીેએ પાલન કરવું પડે. એસઓપીમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. અરજદારને અગાઉથી જ નિયમોનો ખ્યાલ હતો. જેથી અરજદારનો બચાવ અને કારણો યોગ્ય લાગતા નથી. આવા મુદ્દાઓ સાથે સરકાર પક્ષે અરજીનો વિરોધ વ્યકત કરાયો છે. હાઈકોર્ટ દ્રારા અરજી સંદર્ભે આવતીકાલે (એટલે કે, આજે શુક્રવારે) બપોરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જાહેર થયું હતું. હાઈકોર્ટમાં અરજી થઈ હોવાથી કદાચીત જો હાઈકોર્ટ એસઓપી પાલન કરવું પડે તેવા મુદ્દા સાથે ચુકાદો આપે તો અત્યાર સુધી મેળામાં ફાઉન્ડેશન વિના રાઈડસના માંચડા ખડકાઈ ગયા છતાં તંત્રએ આખં મીંચામણા કર્યા જેને લઈને કોઈ અધિકારીઓ પર પણ ગાજ વરસી શકેના મુદ્દાને લઈને ગઈકાલે મોડી સાંજે રાજકોટ શહેર પોલીસ અને કલેકટર તત્રં દ્રારા રાઈડસના કામ ફટાફટ રોકાવી દેવાયા હતા અને પોલીસનો જાો ગોઠવી દેવામાં આવ્યો હતો. હવે આજે હાઈકોર્ટ શું ચુકાદો આપે ? તેના પર રાઈડસ અને તંત્રનો મદાર રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application