ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામિણ લોકોની તબીબી ચકાસણી કરાઈ

  • June 17, 2021 10:13 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા "ગ્રામ સંજીવની અભિયાન" અંતર્ગત તાજેતરમાં ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ અને કાકાભાઈ સિંહણ ગામ ખાતે કાર્યકરો દ્વારા ગ્રામજનોની તબીબી ચકાસણી (ટેમ્પરેચર લેવર અને એસ.પી.ઓ.-ટુ લેવલ ચેક) કરવામાં આવ્યુ હતું. જેમાં વડાલીયા સિંહણ  ગામના સરપંચ જયરાજસિંહ અજીતસિંહ જાડેજા અને કાકાભાઈ સિંહણ ગામના સરપંચ પુંજાભાઈ મેરનો સહયોગ સાંપડ્યો હતો.

આ ઉપરાંત બીજા દિવસે હરીપર અને કુબેર વિસોત્રી ગામોમાં પણ લોકોનું પણ આ જ રીતે મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. આ માટે હરીપર ગામના સરપંચ ભરતભાઈ કણઝારીયા અને કુબેર વિસોત્રી ગામના  ઘેલુભા જાડેજા દ્વારા કાર્યકરોને જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર આયોજન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરના ઉપાધ્યક્ષ દીપકભાઈ રાઠોડ, નગર મંત્રી ચિંતનભાઈ ખાણધર, પાલાભાઈ ગઢવી, નગરસહ મંત્રી કૃપાબેન બદિયાણી, નગરસહ મંત્રી કિશનભાઈ ડાભી, પિયુષભાઈ ગોસ્વામી, પ્રશાંતભાઈ નકુમ, જયેશભાઈ ધોકિયા, શ્યામભાઈ નકુમ, કૃપાબેન બુહેચા, વિધીબેન કટારિયા, સાક્ષીબેન હિડોચા, મનીષભાઈ રાઠોડ, રામભાઈ ચોપડા, ધવલભાઈ કણઝારીયા તથા જામનગરના જયદેવસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS