રાજકોટના મેયર અને ડેપ્યુટી મેયરની તા.૧૧ માર્ચના મહાશિવરાત્રીએ ચૂંટણી

  • March 04, 2021 06:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મૂદત તા. ૧૪-૧૨-૨૦૨૦ના રોજ પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા તા.૨૧-૨-૨૦૨૧ના રોજ મ્યુનિ. કોર્પોરેટરોની ચૂંટણી હાથ ધરવામાં આવેલ હતી. તા. ૨૩-૨-૨૦૨૧ ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી બાદ ચુંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવવાની હોય છે.

રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ શહેરના કુલ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોની પ્રથમ બેઠક તા.૧૧-૩-૨૦૨૧ના રોજ ગુરૂવારે સવારે ૧૧.૦૦ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યોની નિમણૂક કરવા બોલાવેલ છે. જેની નોટિસ દરેક કોર્પોરેટરોને મોકલી આપવા મ્યુનિસિપલ સેક્રેટરીને સૂચના આપવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS