પારડીમાં આવેલા કંપનીના યુનિટમાંથી રાત્રિના બે શખસોએ લોખંડની ડાઈ સહિત રૂપિયા 3 લાખનો સામાન ચોરી કરી લીધો હતો. જે અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર બે શખસોને ઉઠાવી લીધા હતા. બાદમાં તેમની પૂછતાછ પરથી ચોરીનો આ માલ ખરીદનાર ભંગારના ધંધાર્થીને પણ ઉઠાવી લઈ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
મૂળ ધોરાજીના વતની અને હાલ રાજકોટમાં પંચાયત ચોક પાસે કૈલાશ પાર્કમાં રહેતા અર્જુન દિનેશભાઈ જાગાણી (ઉ.વ 32) દ્વારા ચોરીની આ ઘટના અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અર્જુનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પારડી ગામે આવેલ ક્રિષ્ના મેટા ગ્રાફ પ્રા.લી. નામની કંપ્નીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે આ કંપ્ની એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવે છે.
ગત તારીખ 30/9 ના રોજ ફરિયાદી તથા કંપ્નીના અન્ય કર્મચારી અહીં બાજુમાં આવેલ કંપ્નીના બીજા ફોરજી યુનિટમાં આટો મારવા જતાં અહીં લોખંડ તથા બ્રાસની ડાય ઓછી જોવામાં આવી હતી જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 30/ 9 ના રાત્રીના દોઢેક વાગ્યેથી લઇ ચાર વાગ્યા દરમિયાન બે અજાણ્યા શખસો અહીં યુનિટમાં આવતા જતા જોવા મળ્યા હતા જેથી ફરિયાદીએ તેના શેઠ સંજયભાઈને ફોન કરી આ બાબતની જાણ કરી હતી. જવાબમાં સંજયભાઈએ કહ્યું હતું કે, યુનિટમાંથી કેટલી વસ્તુઓ ગઇ છે તેની તપાસ કરી લો.
બાદમાં અહીં તપાસ કરતા યુનિટમાંથી લોખંડના પંચ 28, લોખંડની ડાઈના ફાડિયા 18, લોખંડની એડીઓ 4, પીસ કટીંગ 1, બ્રાસ પેકિંગ 1,લોખંડના પંચનું ઠેબૂ, લોખંડની કટીંગ મશીન સહિત લોખંડની અલગ-અલગ ડાય તથા પાર્ટ મળી કુલ 59 વસ્તુઓની ચોરી થઈ હોય જેની કિંમત રૂપિયા 3 લાખ હોય જે અંગે શેઠ સંજયભાઈએ જણાવ્યા બાદ ફરીયાદી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટનાને લઇ શાપર વેરાવળ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ચોરી પ્રકરણમાં પારડીમાં જ રહેતા બે શખસોને ઉઠાવી લીધા હતા જેમની પૂછપરછ દરમિયાન તેમણે ચોરીનો આ માલ ભંગારના ધંધાર્થીને વેચી દીધો હોવાની કબુલાત આપી હતી.જેથી પોલીસે શાપર વિસ્તારમાં ભંગારનો ડેલો ધરાવનાર શખસને પણ ઉઠાવી લઈ ચોરીનો આ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઈના ફોર્મ 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ભરી શકાશે: અંતિમ તારીખ 12 માર્ચ
February 22, 2025 09:49 AMઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત
February 22, 2025 09:42 AMકાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત
February 21, 2025 07:07 PMરાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ: આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
February 21, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech