BREAKING NEWS

ખંભાળિયા–દ્રારકા હાઇવે પર ચાલુ કારમાં ભીષણ આગ: પિતા અને પુત્રીનાં જીવતાં ભુંજાઈ જતાં મોત

  • May 19, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ ખંભાળિયા–દ્રારકા હાઈવે પર આજે એક અત્યતં હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ જીવતા ભુંજાઈ જવાથી કણ મોત નીપયા છે, યારે પરિવારના એક મહિલા સભ્યનો આબાદ બચાવ થયો છે. આ ભયાનક અકસ્માત ખંભાળિયા–દ્રારકા હાઈવે પર આવેલા રણજીપુર ગામ નજીક સર્જાયો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હાઈવે પરથી પસાર થતા લોકોમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી વિગતો મુજબ, એક જ પરિવારના ત્રણ સભ્યો માતા, પિતા અને પુત્રી પોતાની સ્વિટ કારમાં સવાર થઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રણજીતપુર ગામ નજીક પહોંચતા જ ચાલુ સ્વિટ કારમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
પ્રાથમિક દ્રષ્ટ્રિએ કારમાં શોર્ટ સકિર્ટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારમાં આગ લાગતાની સાથે જ પળવારમાં વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કાર સવારોને સંભાળવાની કોઈ તક જ ન મળી. આ ભયાનક આગની લપેટમાં કારમાં સવાર વલ્લભભાઈ સુવા અને તેમની ૨૩ વર્ષની માસૂમ પુત્રી હીરલબેન સુવા આવી ગયા હતા. આગે જોતજોતામાં એટલું વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું કે આ બંને કમનસીબ પિતા–પુત્રીને કારનો દરવાજો ખોલીને બહાર નીકળવાની કે પોતાનો જીવ બચાવવાની સહેજ પણ તક મળી ન હતી. પરિણામે, વલ્લભભાઈ અને હીરલબેન કારની અંદર જ આગની ભયંકર વાળાઓમાં ગંભીર રીતે હોમાઈ ગયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ અત્યતં કમકમાટીભર્યા મોત નીપયા હતા.ખંભાળિયા–દ્રારકા હાઇવેઆ ભીષણ દુર્ઘટના વચ્ચે એક ચમત્કારિક ઘટના પણ સામે આવી છે. કારમાં સવાર મૃતક વલ્લભભાઈના પત્ની અને હીરલબેનના માતા સતીબેનનો આ કાળમુખી આગમાંથી આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે. આગ લાગી એ જ સમયે તેઓ કોઈક રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જો કે, આ અકસ્માતમાં સતીબેનને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ નજર સામે જ પોતાના પતિ અને જુવાનજોધ પુત્રીને આગમાં હોમાતા જોવાની ઘટનાથી તેઓ ભારે આઘાતમાં સરી પડા છે.
હાઈવે પર ચાલુ કાર ભડભડ સળગતી જોઈને આસપાસના સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે જોતજોતામાં લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક તત્રં તથા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ તુરતં સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યેા હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂકયું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે કારમાંથી પિતા અને પુત્રીના અત્યતં ક્ષત–વિક્ષત થઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડા હતા. બીજી તરફ, સામાન્ય ઈજાગ્રસ્ત અને આઘાતમાં ડૂબેલા માતા સતીબેનને પણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. હાઈવે પર બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં અને મૃતકોના સગા–સંબંધીઓમાં ભારે આક્રદં અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે એફએસએલની મદદ સહિતની આગળની તપાસ તેજ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application