રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર નાકરાવાડી અને પીપળીયા ગામ નજીક આવેલી કેબીઝેડ ફૂડ નામની નમકીનની ફેકટરીમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. થોડી વારમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ચાર ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે જાણવા મળેલી વિગતો મુજબ, આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આગની આ ઘટનામાં મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.
9:30 વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે નાકરાવાડી અને પીપળીયા ગામ તરફના રોડ પર પીપળીયા ગામ પાસે આવેલ કેબીઝેડ ફૂડ નામની નમકીનની ફેકટરીમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. જે અંગે 9:30 વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે અહીં આવી જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય એક બાદ એક ચાર ફાયર ફાઈટર અહીં આગ ઓલવવાની કામગીરી માટે દોડાવવામાં આવ્યા હતા.
મોટા પાયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે, કે થોડા સમય પૂર્વે રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં આવેલ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જે આગની ઘટનામાં અહીં ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું હતું સદનસીબે તે સમયે પણ કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે રાજકોટની ભાગોળે આવેલી વધુ એક નમકીનની ફેક્ટરીમાં આગની ઘટના બની છે જેમાં પણ મોટા પાયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મેજર કોલ જાહેર કરાયો: 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે
રાજકોટની ભાગોળે પીપળીયા પાસે કેબિઝેડ ફૂડ નામની નમકીનની ફેક્ટરીમાં આજરોજ સવારના સુમારે આગ લાગી હતી. થોડીવારમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી રાજકોટથી ચાર ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં આગ પર તુરંત કાબુ મેળવી શકાયો ન હતો. આગની આ ઘટનાને લઈ ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આગની ઘટનાના પગલે 108 ની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.તો બીજી તરફ સ્થાનિક પોલીસ સ્ટાફ પણ ફેક્ટરીએ પહોંચી ગયો હતો હાલ ફાયર વિકેટ દ્વારા આ ઓલવાની કામગીરી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
March 31, 2025 11:40 AMઆવતી કાલથી નવું નાણાકીય વર્ષ થશે શરૂ: બદલાતા નિયમોની અસર તમારા ખિસ્સા પર
March 31, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech