દરરોજ રાત્રે પગના તળિયાની માલિશ કરવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદાઓ

  • October 22, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દરેક વ્યક્તિએ માથા પર તેલની માલિશ કરવી જ જોઈએ અને મોટાભાગના લોકો તેના ફાયદાઓ વિશે પણ જાણે છે, જેમ કે વાળ નરમ થાય છે, તણાવ દૂર થાય છે, માથાનો દુખાવો દૂર થાય છે, પરંતુ શું તમે જાણો છો? દરરોજ રાત્રે પગના તળિયાની માલિશ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થાય છે. રાત્રે પગના તળિયા પર ઓલિવ ઓઈલ, બદામનું તેલ, નારિયેળનું તેલ અથવા કોઈપણ આવશ્યક તેલથી માલિશ કરશો તો થાક તો દૂર થશે જ, પરંતુ બીજા ઘણા ફાયદા પણ થશે.


આરોગ્ય નિષ્ણાતો પગના તળિયા પરની ત્વચાના રંગ, રચના અને તાપમાનનું નિરીક્ષણ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓ શોધી કાઢે છે. તો ચાલો જાણીએ કે જો દરરોજ રાત્રે પગનાં તળિયાની માલિશ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળે છે.


તણાવ થાય છે દૂર

દરરોજ પગના તળિયાની માલિશ કરવાથી દિવસભરનો થાક દૂર થાય છે, જેનાથી પગમાં દુખાવો,  તળિયાના સોજા વગેરેમાં પણ રાહત મળે છે. આ સિવાય તણાવ પણ દૂર થાય છે, જેના કારણે ચિંતા, ઉદાસી, ચીડિયાપણું જેવી સમસ્યાઓથી બચી જાઓ છો અને માનસિક રીતે સારું અનુભવો છો.


ઊંઘ

યોગ્ય ઊંઘ ન આવવી એ અનેક બીમારીઓનું કારણ બની જાય છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો રાત્રે સૂતા પહેલા પગને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને ટુવાલથી લૂછ્યા બાદ થોડા તેલથી માલિશ કરો. તેનાથી તમને સારી ઊંઘ આવશે.


રક્ત પરિભ્રમણ સુધરશે


પગના તળિયાની માલિશ કરવી એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કારણ કે તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને પગના દુખાવા અને સ્નાયુઓના ખેંચાણથી રાહત આપવા સાથે, નસોમાં એકઠું પ્રવાહી પણ બહાર આવે છે. પગના તળિયાની માલિશ કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત મળે છે.


પગની ત્વચા નરમ બની જશે

પગની નિયમિત મસાજ પગની ત્વચાને પણ નરમ બનાવે છે, જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. જેમ કે પગના ચીરા, પગના તળિયા પર ત્વચા સખત થઈ જવી, કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન વગેરે. આ ઉપરાંત પગના તળિયાની નિયમિત માલિશ કરવાથી પણ પગનાં તળિયાંમાં એડીના દુખાવામાં રાહત મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application