આ વર્ષે ધોરણ ૧૦ માં ૪૦,૦૦૦ વિધાર્થીઓનો ઘટાડો થયો છે યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૪૦૦૦ વિધાર્થીઓનો વધારો થયો છે. બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શ થઈ ગયું છે શિક્ષણ વિભાગ દ્રારા શાળામાં તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારે હાલમાં બોર્ડના પરીક્ષાઓ દ્રારા ફોર્મ ભરવામાં આવતા ધોરણ ૧૦ માં વિધાર્થીઓ નો ઘટાડો અને ૧૨ માં વધારો નોંધાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧૦ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચૂકી છે. રાયમાંથી ચાલુ વર્ષે ૯,૧૬,૪૮૦ ફોર્મ ભરાયા છે. ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૪૦ હજાર ફોર્મ ઓછા ભરાયા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ફોર્મ ભરવાની મુદત ૬ જાન્યુઆરીએ પૂરી થઇ રહી છે અત્યાર સુધીમાં ૪,૮૩,૯૪૩ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જોકે, ફોર્મ ભરવામાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો. સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધીમાં ૪,૮૪,૯૪૩ વિધાર્થીએ ફોર્મ ભર્યા છે. ગત વર્ષે ૫,૬૫,૫૨૮ ફોર્મ ભરાયા હતા. સામાન્ય પ્રવાહમાં અંદાજે ૮૦ હજારથી વધારે ઓછા વિધાર્થીઓએ ફોર્મ ભર્યા છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૫,૩૨,૬૦૨ લાખ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેની સામે ગત વર્ષે ૧૬.૪૯ લાખ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આમ, ગત વર્ષ કરતાં કુલ ૧,૧૬,૪૫૬ જેટલા ફોર્મ ઓછા ભરાયા છે. ગત વર્ષે વધારે વિધાર્થીઓ નોંધાવવા પાછળ ધો.૧૦માં માસ પ્રમોશનના કારણે મોટી સંખ્યામાં વિધાર્થીઓ પાસ થઇને આવ્યા હતા તે ગણવામાં આવ્યું હતું. ૧૨ સાયન્સમાં અત્યાર સુધીમાં ૧,૩૧,૧૭૯ વિધાર્થીએ ફોર્મ ભર્યા છે. સાયન્સમાં ગત વર્ષે ૧,૨૬,૭૭૭ વિધાર્થીએ ફોર્મ ભર્યા હતા. આમ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અંદાજે સાડા ચાર હજાર વધારે વિધાર્થી નોંધાયા છે. મેડિકલ અને ઇજનેરી સહિતના કોર્સમાં બેઠકોનો વધારો થતાં વધુને વધુ વિધાર્થીઓએ સાયન્સમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech