કોરોનાથી ડરો નહી સાવચેત રહો, જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી ‘‘માસ્ક’’ એ જ આપણું વેકસીન છે : આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રેશ જેઠાણીનો પ્રેરક સંદેશ

  • October 28, 2020 02:04 AM 1340 views

રાજકોટના આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ચંદ્રેશ જેઠાણી કોવીડ - ૧૯ ના કપરા સમયમાં રાજકોટના લોકોને પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાની આ પરિસ્થિતીમાં આપણે ડરવાનું નથી, પરંતુ સાવચેત જરૂર રહેવાનું છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન શોધાય ત્યાં સુધી આપણું ‘‘માસ્ક’’ એ જ આપણું વેક્સીન છે.

સમગ્ર વિશ્વ આજે જ્યારે કોરોના સામે લડી રહયું છે, તેવા સમયે રાજકોટ માહિતી વિભાગ દ્વારા ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ ના વિચાર સાથે ખૂબ જ સારૂં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મારી રાજકોટના લોકોને નમ્ર અપીલ છે કે, કોરોનાના આ સમયનો આપણે બધાએ સામનો કરવાનો છે. આપણે આપણા માટે, આપણા ભવિષ્ય માટે આપણે આજે જેટલી ચિંતા કરીશુ તેટલું આપણા બાળકો - પરિવારજનો માટે સારૂં છે. આ માટે આપણે સૌ ફરજીયાત માસ્ક પહેરીએ, સોશીયલ ડીસ્ટન્સનું પુરે પૂરૂ ધ્યાન રાખીએ અને આપણા હાથને સાફ કરવાનું ન ભૂલીએ. આ બધાની સાથે આપણે સરકારની માર્ગદર્શિકાનું પણ ચૂસ્તપણે પાલન કરીએ. આમ છતાં પણ કોઈ વ્યક્તિને જ્યારે પણ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ કરાવવો જોઈએ. ટેસ્ટ કરાવવામાં જરાપણ અચકાવુ નહી. આપણે જો કોરોના પોઝીટીવ હોય અને જો ટેસ્ટ નહી કરાવીએ તો આપણા પરિવારજનો કે અન્ય વ્યક્તિઓ આપણાથી સંક્રમિત બનશે. તેથી જ આપણે સૌએ જરૂર પડયે તુરત કોરોના ટેસ્ટ કરાવી ભારતવર્ષના એક જવાબદાર નાગરિક તરિકે આપણી ફરજ બજાવવી પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application