મસ્જિદ વિવાદ : હિમાચલની મોહબ્બતની દુકાનમાં નફરત જ નફરત…કોંગ્રેસ મંત્રીના નિવેદન પર ઓવૈસીનો પલટવાર

  • September 05, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાલ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક મસ્જિદના નિર્માણને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. આ સમગ્ર વિવાદ એક શખ્સ પર મારપીટ થયા બાદ થયો હતો. થોડા દિવસો પહેલા શિમલાના સંજૌલીના માલ્યાણામાં મારપીટનો મામલો સામે આવ્યો હતો. અહીં એક સ્થાનિક વ્યક્તિને ચોક્કસ સમુદાયના લોકોએ માર માર્યો હતો. આ તમામ યુપીથી અહીં લાવવામાં આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી હતી. પરંતુ લોકોએ સંજૌલી મસ્જિદની બહાર પ્રદર્શન કર્યું અને કહ્યું કે અહીં ગેરકાયદે બાંધકામ થયું છે. આ બાબતે હોબાળો થયો હતો. વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મામલે હંગામો થયો હતો. કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ ઠાકુરે આ મામલે વિધાનસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને આ મસ્જિદને ગેરકાયદેસર ગણાવી હતી. અનિરુદ્ધના આ નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ હવે વળતો પ્રહાર કર્યો છે.


ઓવૈસીએ કહ્યું કે, આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે



અનિરુદ્ધ સિંહના નિવેદનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા ઓવૈસીએ પૂછ્યું છે કે, હિમાચલમાં ભાજપ કે કોંગ્રેસની સરકાર છે? હિમાચલની 'પ્રેમની દુકાન'માં નફરત જ નફરત! ઓવૈસીએ આગળ લખ્યું છે કે, આ વીડિયોમાં હિમાચલ કોંગ્રેસના આ મંત્રી બીજેપીની ભાષા બોલી રહ્યા છે. હિમાચલના સંજૌલીમાં એક મસ્જિદ બની રહી છે, તેના નિર્માણને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.


ઓવૈસીએ કોંગ્રેસને સંઘીઓની સાથી ગણાવી!


ઓવૈસીએ કહ્યું કે, સંઘીઓના એક જૂથે મસ્જિદ તોડી પાડવાની માંગ કરી છે. સંઘીઓના સન્માનમાં કોંગ્રેસના મેદાનમાં આવી છે. ભારતીય નાગરિકો દેશના કોઈપણ ભાગમાં રહી શકે છે, તેમને 'રોહિંગ્યા' અને 'બહારના' કહેવા એ રાષ્ટ્ર વિરોધી છે. હું પ્રેમચંદની માફી માગું છું, પણ કોમવાદ ખુલ્લામાં આવતાં શરમ અનુભવે છે, તેથી કોંગ્રેસની શાલ ઓઢાડીને આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application