મ્યાનમારમાં મજૂરથી લોટરી કિંગ બનેલા માર્ટિને પક્ષોને સૌથી વધુ દાન આપ્યું

  • March 15, 2024 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ચૂંટણી પચં એ ગુવારે ચૂંટણી બોન્ડ દ્રારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા હતા. કમિશન દ્રારા જાહેર કરવામાં આવેલી વિગતોડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્રારા માર્ચ ૨૦૨૨માં તપાસ કરાયેલી યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ કંપનીએ ૧૩૫૦ કરોડ પિયાના ઇલેકટોરલ બોન્ડસ ખરીધા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી.

એસબીઆઈએ આપેલી વિગતો જાહેર થઈ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, એસબીઆઈએ કહ્યું હતું કે ૧ એપ્રિલ, ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૪ વચ્ચે વિવિધ કિંમતના કુલ ૨૨,૨૧૭ ચૂંટણી બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી ૨૨,૦૩૦ રાજકીય પક્ષો દ્રારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, એસબીઆઈએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્રારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦–૨૧માં સૌથી મોટું દાન દેશમાં લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટીઆગો માર્ટીનની કંપની યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ દ્રારા આપવામાં આવ્યું છે.

માર્ટીનનું લોટરીના બિઝનેસમાં છે સામ્રાય
માર્ટીન તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત પોતાની ઓફીસથી દેશમાં રાજય અને જે રાજયોમાં ખાનગી લોટરીનો બિઝનેસ ચાલે છે તેનું સામ્રાય ચલાવે છે. લગબગ ત્રણ દાયકાથી તે દેશમાં સૌથી વધુ લોટરીનું વેચાણ કરતા વિતરક બનેલા છે. તેમની કંપની લગભગ .૧૫,૦૦૦ કરોડની વાર્ષિક આવલ રળે છે અને હવે લોટરી સિવાય હોટેલ્સ, રીઅલ એસ્ટેટ ન્યુ એનર્જી રિસોર્ટ સહીતના ક્ષેત્રોમાં કાર્યરત છે.

આ માર્ટીન છે કોણ ?

માર્ટીનની કથા રંકમાંથી રાજા બનવાના છે. એવું કહેવાય છે કે મ્યાનમારમાં તેણે મજુરીથી પોતાના કામની શઆત કરી હતી તો કેટલાક લોકો એવું કહે છે કે માત્ર ૧૩ વર્ષની ઉંમરે એણે વ્યકિતગત રીતે લોટરી વેચવાનું શ કયુ હતું. આજે તમિલનાડુ જ નહી પણ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર્રમાં તે બિઝનેસ કરે છે. માર્ટીન પાસે આજે લગભગ ૧૦૦૦ કર્મચારીઓ છે અને દેશભરમાં ૨૫૦ જેટલા પોતે જ નીમેલા વિતરક થકી એ લોટરીનું વેચાણ કરે છે. લોટરીના ડ્રોમાં લોકોની વિશ્વસનીયતા વધે એના માટે એણે ડ્રોનું ટીવી ઉપર જીવતં પ્રસારણ શ કયુ હતું જેથી જેવો ડ્રો જાહેર થાય એટલે વિજેતાને તેની જાણકારી મળી શકે!

માર્ટીનની છબી કલંકિત છે
વર્ષ ૨૦૦૭માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ તેની અને સિક્કિમ સરકારના અધિકારોની મિલીભગત માટે કેસ કર્યેા હતો. આ કેસમાં એવો આક્ષેપ હતો કે માર્ટીને સિક્કિમ સરકારના બદલે પોતે જ સરકારી લોટરી વેચી પિયા ૪,૫૦૦ કરોડનું કૌભાંડ આચયુ છે. વર્ષ ૨૦૧૯માં માર્ટીનને ઘરે અને બિઝનેસ સંકુલો ઉપર ઇન્કમ ટેકસની રેડ પડી હતી જેમાં પિયા ૭.૫ કરોડની રોકડ અને પિયા ૨૪ કરોડનું સોનું પકડાયું હતું. આ રેડ પહેલાના થોડા દિવસો પહેલા જ પોતાના એક ખાસ માણસની હત્યા અંગે પણ તેની સામે પૂછપરછ થઇ હતી. ઘટના એવવી હતી કે ઓફીસમાં જ આ વ્યકિતનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application