BREAKING NEWS

ગોંડલનાં ચોરડી ગામે પરિણીતાનો આપઘાત

  • March 31, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલનાં ચોરડી ગામે સાંજનાં સમયે પરિણીતાએ પોતાનાં ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યેા હતો. માનસિક બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.
પ્રા વિગત મુજબ ચોરડી ગામે રહેતા અને મજુરીકામ કરી જીવન નિર્વાહ ચલાવતાં મહેશભાઈ ધીભાઈ મકવાણાનાં પત્નિ કિરણબેન ઉ.૩૫ સાંજે ચાર કલાકે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ જીવન નો અતં આણ્યો હતો. બનાવ વખતે મહેશભાઈ બાજુનાં મમાં સુતા હતાં.થોડી કલાકો બાદ જાગીને બાજુની મમાં નજર કરતા પત્નિ કિરણબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા હતપ્રત બન્યા હતાં. બાદમાં પરીવારને જાણ કરતા ભાઇ સહિતનો પરીવાર એકઠો થઇ ગયો હતો.
બનાવ અંગે પોલીસ ને જાણ કરાતા તાલુકા પોલીસ સ્ટેશનનાં કિશનભાઇ આહીર દોડી આવી કિરણબેન નાં મૃતદેહ ને ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડો હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યાં મુજબ કિરણબેન છેલ્લ ા દોઢ વર્ષ થી માનશીક બિમારી થી પીડાતા હતાં.તેમની દવા પણ ચાલુ હતી.પરંતુ બીમારીથી કંટાળી 'મારે મરી જવુ છે'નું રટણ કર્યા કરતા હતાં. મૃતકને સંતાનમાં બે દિકરા એક અગીયાર વર્ષ નો અને બીજો છ વર્ષ નો છે. બનાવનાં પગલે પરીવાર શોકમ બન્યુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News