દ્વારકાના ખંભાળીયામાં રહેતા મનિષાબેન (ઉ.વ.૨૩) નામના પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લાલપુરના મોટા લખીયા ગામે રહેતા સસરા પ્રવીણભાઈ ખોડાભાઈ, કાકાજી સસરા લક્ષમણભાઈ ખોડાભાઈ અને કાકીજી સુમનબેનના નામ આપ્યા છે.
મનીશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પિતાના ઘરે ખંભાળીયા ખાતે રહુ છુ.મારા લગ્ન આજથી એકાદ વર્ષ પહેલા અનીલભાઇ પ્રવિણભાઇ ખરા સાથે થયેલા હતા અને લગ્ન થયા બાદ હું મારા પતિ સાથે રૈયાધાર ઇન્દિરાનગર શેરી નં.૧૨ માં રહેતી હતી. ગઇ તા.૧૬/૦૩/૨૦૨૫ ના રોજ મારા સસરા પ્રવિણભાઇ ખોડાભાઇ ખરા (રહે. રૈયાધાર, રામાપીર ચો કડી પાસે, રાજકોટ), કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખોડાભાઇ ખરા, કાકીજી સાસુ સુમનબેન લક્ષ્મણ ભાઇ ખરા (રહે.બંન્ને મોટા લખીયા ગામ તા.લાલપુર જી.જામનગર વાળા) અમારા ઘરે હોળી ધુળેટીનો તહેવાર કરવા આવેલ હતા અને રાત્રીના દસેક વાગ્યાના અરસામા મારા સસરા પ્રવિણભાઇ ખોડાભાઇ ખરા મને કહેવા લાગેલ કે તું અમારા ઘરમા આવેલ ત્યારથી અમારા ઘરની ધનોત પનોત થઇ ગઇ છે. તું સારી નથી અને તમે જે મકાનમાં રહો છો તે મકાન પણ મારા પત્નિ પ્રેમીલાબેનના નામે છે જેથી મકાન છોડીને જતા રહો તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતાં.
જેથી મારા પતિ રૂમમા સુતા હતા તે બહાર નિકળેલ અને ઝઘડો નહીં કરવા સમજાવતા મારા સસરા પ્રવિણભાઇ ખરા સમજેલ નહીં અને મારા પતિને પણ ગાળો આપેલ અને મારા પતિ સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી હું છોડાવવા જતા મારા કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખરા તથા કાકીજી સાસુ સુમનબેન લક્ષ્મણભાઇ ખરાએ મને ઢીકાપાટુનો માર મારી પછાડી દીધેલ હતી અને મારા કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખરાએ મને પેટમા પડખામાં પાટા મારેલ જેથી મને પેટમા દુ:ખાવો થવા લાગતા આ સામાવાળાઓ અમારા ઘરેથી ઝઘડો કરીને જતા રહેલ હતા બાદ મારા પતિ તથા મારા નણંદ અરૂણાબેન મને સારવાર માટે પ્રથમ ઓમ ક્લિનિક લાખના બંગ્લા ખાતે લઇ ગયેલ હતા બાદ મે મારા પિતાજી રાણાભાઇ ચોપડાને ફોન કરીને બનાવની જાણ કરી હતી. જેથી મારા પિતા ક્લિનિકે આવતા મને તેની સાથે ખંભાળીયા ખાતે લઇ ગયેલ હતા અને મે ખંભાળીયા સરકારી હોસ્પીટલમા સારવાર લીધી હતી. બાદમાં પરિણીતાએ આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech