કાંટેલા ગામના પરિણીત પ્રેમીએ માળીયા હાટીના પંથકની પ્રેમીકા સાથે પોરબંદરના આર્યસમાજમાં કર્યા બીજા લગ્ન

  • March 24, 2021 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરના કાંટેલા ગામનો શખ્સ પરિણીત અને નવ મહીનાની દિકરીનો પિતા હોવા છતાં ગડુ ગામે મચ્છીની ફેકટરીમાં 19 વર્ષની અપરિણીત યુવતિને પ્રેમજાળમાં ફસાવીને પોરબંદર લાવી આર્યસમાજમાં બીજા લગ્ન કરી લીધા બાદ તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા ભારે ચકચાર જાગી છે.
બનાવની વિગત એવી છે કે, માળીયા હાટીયા તાલુકાના ગોતાણા ગામે રહેતા દેવાભાઇ ખીમાભાઇ વાઘેલાની 19 વર્ષીય દિકરી મનીશાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, 4 મહીના પહેલા તે તેના માતા મંજુબેન અને મામા મનોજભાઇ રાજાભાઇ અખીયા વગેરે ગડુ ગામે મીસીન્ડો મચ્છીની કંપનીમાં મજુરી કરવા જતા હતા ત્યારે પોરબંદરના કાંટેલા ગામનો મુન્ના કારા ડાકી પણ ત્યાં મજુરી કામ કરવા આવતો હતો અને બન્ને વચ્ચે પ્રેમના અંકુરો ફુટતા વાતચીત કરવા લાગ્યા હતા એ દરમિયાન મુન્નાએ અવાર-નવાર એવું કહ્યું હતું કે, પોતે કુંવારો છે અને લગ્ન કરી લઇએ. આથી બન્ને જણાએ તા. ર0/ર/ર1 ના રોજ પોરબંદરના આર્યસમાજમાં જઇને એકબીજાની મરજીથી લગ્ન કયર્િ હતા અને તેનું પ્રમાણપત્ર પણ અપાયું હતું.
ત્યારપછી મુન્નો અને આ યુવતિ પતિ-પત્ની તરીકે રાજકોટના જીવાપરા મુકામે તેના મિત્ર જીતુભાઇના મમાં ગયા હતા અને ત્‌યાં એકબીજાની મરજીથી શરીર સબંધ પણ બાંધ્યો હતો અને 3 દિવસ રોકાયા હતા એ દરમિયાન પતિના મિત્ર જીતુભાઇએ આ યુવતિને કહ્યું હતું કે, ‘મુન્નાએ અગાઉ પણ એક છોકરી સાથે લગ્ન કયર્િ છે અને તે પરિણીત છે, તેની પત્નીનું નામ નિશા છે અને તેને નવ મહીનાની દિકરી નેહલ પણ છે અને તે પોરબંદરના કાંટેલા ગામે રહે છે’ આથી આ યુવતિ ચોંકી ઉઠી હતી અને પતિ મુન્નાને તે અંગે કહેતા બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ મુન્નો આ યુવતિને પોતાના વતન કાંટેલા ગામે લઇ ગયો હતો.
ત્યાં ઘરે ગયા ત્યારે મુન્નાની માતા મણીબેન, પત્ની નિશા અને બીજા સગા-સબંધીઓ પણ હાજર હતા. મુન્નાની માતા મણીબેને આ યુવતિને જ્ઞાતિ બાબતે પુછતા તેણે એવું જણાવ્‌યું હતું કે, પોતે અનુસુચિત જાતિ સમાજની દિકરી છે આથી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને તેઓ ગાળો દેવા લાગ્‌યા હતા અને મણીબેન મુન્નાને ‘તારી કાયદેસરની પત્ની નિશા હયાત છે, તારે એક દિકરી પણ છે છતાં તું આ અનુસુચિત જાતિની છોકરીને બીજા લગ્ન કરીને શા માટે ઘરમાં લાવ્યો?’ તેમ કહીને જ્ઞાતિ પ્રત્યે જેમતેમ બોલવા લાગ્‌યા હતા આમ છતાં 3 દિવસ સુધી આ યુવતિ તેના ઘરે રોકાઇ હતી અને એ દરમિયાન સાસુ મણીબેન કારા ડાકી સહિત પરિવારજનો જેમ તેમ બોલતા હતા અને ત્‌યાર પછી મુન્નાએ ‘મારે તને હવે રાખવી નથી, તમે ગમે ત્યાં અંતરીયાળ ઉતારીને આવતો રહીશ’ કહ્યું હતું.
ત્યારબાદ તા. ર7/ર ના મુન્નાની મા મણીબેન અને તેની સાથે બીજા કોઇ માણસો આ યુવતિને મુકી ગયા હતા એટલે તે માવતરના ઘરે ગઇ હતી અને પોતાના લગ્ન થઇ ગયા હોવાની વાત છુપાવીને પત્ની હયાત હોવા છતાં પ્રેમજાળમાં ફસાવીને ખોટી રીતે લગ્ન કરતા માતા-પિતાને વાત કરી હતી અને ત્યારબાદ મીંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં આ યુવતિ તેના માતા-પિતા અને ગોતાણા ગામના સરપંચ ભીમાભાઇ લાલાભાઇ મકવાણાને સાથે રાખીને ગુન્હો નોંધવા માટે પહોંચી ગયા હતા અને જયાં પોતાનો જન્મતારીખનો દાખલો, લીવીંગ સર્ટીફીકેટ અને મુન્ના સાથે આર્યસમાજમાં લગ્ન થયા તેની ઝેરોક્ષ નકલો પણ જોડીને ગુન્હો દાખલ કરાવ્‌યો હતો.
પોરબંદરના કાંટેલા ગામે રહેતા પરિણીત શખ્સે આ પ્રકારની છેતરપીંડી કરતા  ભારે ચકચાર જાગી છે.
રાત્રે બે વાગ્યે પહેરેલા કપડે પ્રેમી સાથે ચાલી ગઇ હતી
મનીશા વાઘેલા નામની આ યુવતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં એવું જણાવ્‌યું હતું કે, તા. 18/ર ના ગડુ મુકામે મીસીન્ડો કંપનીમાં મજુરી કામ કરતા હતા ત્યારે મુન્નાએ ‘આપણે હવે ભાગીને લગ્ન કરી લઇએ, હું તારા વગર હવે રહી શકતો નથી’ તેમ કહીને લગ્નમાટેના ડોકયુમેન્ટ લઇને બહાર આવવા જણાવ્‌યું હતું અને તા. 18/ર ના રાત્રે બે વાગ્યા આસપાસ મુન્નાએ ફોન કરીને ઘરની બહાર બોલાવી હતી આથી આધારકાર્ડ, સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મતારીખનો દાખલો   અને પહેરવાના કપડા તેમજ મજુરી કામના બચતના પિયા હતા એ લઇ બહાર નિકળી હતી અને મુન્નો ઘરની બહાર રોડના કાંઠે બાઇક લઇને ઉભો હતો ત્યાં જઇને બાઇકમાં બેસીને પોરબંદર આવી પહોંચ્યા હતા. આ બનાવ જુનાગઢ જીલ્લાની હદમાં બનેલો છે તેથી ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્‌યો હતો.
પ્રેમીએ મોબાઇલ પણ લઇ આપ્યો હોવાનું ખુલ્યું
આજના સમયમાં યુવક-યુવતિઓને પ્રેમ થઇ જાય પછી યુવકો દ્વારા પ્રેમીકા સાથે કોન્ટેકમાં રહેવા માટે મોબાઇલ ફોન ગુપ્ત રીતે આપવામાં આવતો હોય છે. આ બનાવમાં એવું બહાર આવ્‌યું હતું કે, મુન્નાએ તેની પ્રેમીકાને એક મોબાઇલ આપ્યોહતો અને રાત્રે ભાગી જવા માટે આ મોબાઇલ ફોન ઉપયોગી સાબિત થયો હતો તેમાં જ પ્રેમીએ કોલ કર્યો હતો અને ત્યારબાદ બન્ને નાસી છુટયા હતા.
મચ્છીની કંપનીમાં એકબીજાની મરજીથી અવાર-નવાર શરીર સબંધ બાંધ્યાનું ફરિયાદમાં જણાવાયું 
પોરબંદરના મીંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવનાર આ યુવતિએ એવું પણ જણાવ્‌યું છે કે, ગડુ ગામે મીસીન્ડો કંપનીમાં જ અવાર-નવાર બન્નેએ એકબીજાની મરજીથી શરીર સબંધ પણ બાંધ્યો હોવાનું લેખીતમાં જણાવ્‌યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS