BREAKING NEWS

જામનગરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે સ્પેશ્યલ ડ્રાઇવમાં અનેક શખ્સો ઝપટે ચડયા

  • January 01, 2026 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં થર્ટી ફર્સ્ટ અનુસંધાને પોલીસ દ્વારા ચેકીંગ અને પેટ્રોલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી, સ્પેશ્યલ ડ્રાઇવ અન્વયે પીધેલના ૧૬ કેસ, પ્રોહીબીશનના ૩૦, ૨૨૯૨ વાહનો ચેક કરી ૩૪ ડીટેઇન કરાયા હતા, ૧૧૭ ઢાબા-હોટલ ઉપરાંત ૪૨ જાહેર સ્થળો, ૨૧ રીસોર્ટ, ૨૭ ફાર્મ હાઉસ વિગેરે સ્થળોએ સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. 



રેન્જ આઇજી અશોકકુમાર ના માર્ગદર્શન  મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં ૩૧ ડીસેમ્બર   અન્વયે ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ,રીસોર્ટ,હોટલ, ધાબા, ટુરીસ્ટ સ્થળ, ગેસ્ટાહાઉસ,જાહેર સ્થળ,ભીડભાડ વાળી જગ્યાઓ તથા ઇન્ડ્રસ્ટીઝ એરીયામા ચેકીંગ કાર્યવાહી કરવામા આવેલ, તેમજ બ્રેથ એનાલાઇઝર્સથી ચેક પોસ્ટ પર સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવેલ,તથા જાહેર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ,સાથો સાથ પ્રોહીબીશન,એમ.વી.એકટ, જી.પી.એકટ હેઠળ નીચેની વિગતે કામગીરી કરવામા આવેલ. 


પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા ગઇ રાત્રીના ચેકીંગ અને પેટ્રોલીંગની કાર્યવાહી દરમ્યાન પ્રોહીબીશનના ૩૦ કેસ, કેફી પીણુ પી વાહન ચલાવનાર ઇસમો ૧૬ કેસ, એમ.વી.એકટ કલમ-૨૦૭  મુજબ ૩૪ કેસ-ડીટેઇન કેસ  વાહન ચાલકોને હાજર દંડ પાવતી ૩૪૭ કેસ એમ.વી.એકટ, ૧૫ એન.સી. કેસ  એમ.વી એકટ હેઠળ રોકડ દંડ ની રકમ ૧.૫૦.૫૦૦, ૨૨૯૨ વાહન ચેક કરાયા હતા.

​​​​​​​


૨૭ ફાર્મહાઉસ, રીસોર્ટ ૧૧, હોટલ ઢાબા ૧૧૭, ગેસ્ટ હાઉસ ૪૬, ટુરીસ્ટ સ્થળ ૨, ભીડભાડવાળી જગ્યા ૩૪, ૧૯ ચેકપોસ્ટ, ઇન્ડ. એરીયા ૨, જાહેર સ્થળો ૪૨, અવાવ‚ જગ્યા ૨૧ ચેક કરવામાં આવી હતી. આમ રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા સ્પે. ડ્રાઇવમાં સધન કાર્યવાહી જુદા જુદા પોલીસ મથકો દ્વારા કરવામાં આવી હતી આ કામગીરીમાં એસપીના આદેશથી ડીવાયએપી, એસસીએમટી સેલના સુપરવિઝન હેઠળ એલસીબી, એસઓજી ડીવીઝન વિગેરે જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application