દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું મોડી રાત્રે નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યકત કર્યેા હતો. તેમણે એકસ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારત તેના સૌથી પ્રતિિત નેતા ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યકત કરી રહ્યું છે. સામાન્ય પશ્ચાદભૂમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાક્રી બન્યા. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષેાથી અમારી આર્થિક નીતિ પર ઐંડી છાપ છોડી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ ખૂબ જ વ્યવહા હતો, વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.
શોક વ્યકત કરતા પીએમ મોદીએ કહ્યું કે ડો.મનમોહન સિંહજી અને તેઓ યારે વડાપ્રધાન હતા ત્યારે અને હત્પં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નિયમિત વાત કરતા હતા. શાસનને લગતા વિવિધ વિષયો પર અમે ઐંડી ચર્ચા કરતા હતા, તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા દેખાતી હતી. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના ડો. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે.
મનમોહન સિંહનું નિધન રાજનીતિ માટે અપુરતી ખોટ: સીએમ યોગી
તે જ સમયે, યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યકત કર્યેા છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું નાણામંત્રી અને વડાપ્રધાન તરીકે તેમણે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને મોક્ષ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ અપાર નુકસાન સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના છે.
મેં મારા ગુરૂ ગુમાવ્યા: રાહુલ ગાંધી
મનમોહન સિંહના નિધન પર શોક વ્યકત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટિટર પર લખ્યું, 'મનમોહન સિંહજીએ અપાર બુદ્ધિમત્તા અને વફાદારી સાથે ભારતનું નેતૃત્વ કયુ. તેમની નમ્રતા અને અર્થશાક્રની ઉડી સમજથી રાષ્ટ્ર્રને પ્રેરણા મળી. તેમના પરિવાર પ્રત્યે મારી ઐંડી સંવેદના. મેં એક ગુ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો તેમના ચાહકો હતા જે તેમને ગર્વથી યાદ કરશે.
અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ પીએમના નિધન પર શોક વ્યકત કર્યેા છે. એકસ પર તેમને લખ્યું, 'ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ જીના નિધનના સમાચાર અત્યતં દુ:ખદ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરથી લઈને દેશના નાણામંત્રી અને વડાપ્રધાન સુધીના ડો.મનમોહન સિંહે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દુ:ખની આ ઘડીમાં હત્પં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યકત કં છું. વાહેગુ તેમના આત્માને મોક્ષ આપે અને તેમના પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શકિત આપે.
ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે: રક્ષા મંત્રી
મનમોહન સિંહના નિધન પર શોક વ્યકત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટિટર પર લખ્યું, 'ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનથી ખૂબ જ દુ:ખી છું. તેમણે મુશ્કેલ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાના પુન:નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સેવા અને બુદ્ધિમત્તા માટે તેઓ વ્યાપકપણે આદર પામ્યા. ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ઓમ શાંતિ!'
મહેબૂબા મુતીએ વ્યકત કર્યેા શોક
પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર જમ્મુ–કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુતીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું કે તેમની નમ્રતા અને દયા તેમના ગવર્નર તરીકેના બીજા કાર્યકાળ દરમિયાન પણ સ્પષ્ટ્ર હતી, યારે તેમણે પડકારોનો સામનો કરવા છતાં, એક નવા યુગની શઆત કરવા માટે ડો તેમણે અથાક મહેનત કરી, તેઓ થોડા શબ્દોના માણસ હતા, જેમની કલ્યાણકારી યોજનાઓએ જાતિ, સંપ્રદાય અને ધર્મને ધ્યાનમાં લીધા વિના લાખો ભારતીયોને રાહત આપી હતી.
વિદ્રતા અને ગરિમા હંમેશા યાદ રહેશે: આતિષી
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર શોક વ્યકત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા આતિશીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનથી દેશે માત્ર એક વિશ્વ પ્રસિદ્ધ અર્થશાક્રી જ ગુમાવ્યા નથી, પરંતુ એક એવા નેતાને પણ ગુમાવ્યા છે જેમની વિદ્રતા અને ગરિમા હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઐંડી સંવેદના. ભગવાન તેને આ મુશ્કેલ સમયમાં શકિત આપે.
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ હામિદ કરઝાઈએ વ્યકત કર્યેા શોક
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ હામિદ કરઝાઈએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ભારતે તેના સૌથી તેજસ્વી પુત્રોમાંથી એક ગુમાવ્યા છે. ડો. મનમોહન સિંહ અફઘાનિસ્તાનના લોકોના અતુટ સાથી અને મિત્ર હતા. તેમના નિધનથી હત્પં ખૂબ જ દુખી છું. તેમના પરિવાર, ભારતના લોકો અને સરકાર પ્રત્યે ઐંડી સંવેદના, તેમની આત્માને શાંતિ મળે.
તેઓ એક દયાળુ પિતા જેવા હતા: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ
માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ નશીદે લખ્યું, મનમોહન સિંહના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે. મને તેમની સાથે કામ કરવામાં હંમેશા આનદં આવ્યો અને તેઓ એક દયાળુ પિતા જેવા હતા. તેઓ માલદીવના સારા મિત્ર હતા.
કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પરે આપી શ્રદ્ધાંજલિ
કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મારા ભૂતપૂર્વ સહયોગી વડા પ્રધાન મનમોહન સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે. તેઓ તેજસ્વી દિમાગ, પ્રામાણિક અને વિદ્રાન માણસ હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech