બજેટમાં રેલવે માટે થઇ અનેક મહત્વની ઘોષણા, જાણો કેટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવશે રેલ્વેને

  • February 01, 2021 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે રાષ્ટ્રીય રેલ્વે યોજના 2030 તૈયાર થઇ ગઈ છે. રેલવેને કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. તેમણે રેલ્વે વિશે ઘણી મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી. ભારતીય રેલ્વે ઉપરાંત મેટ્રો, સિટી બસ સેવા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે 18 હજાર કરોડનો ખર્ચ લાદવામાં આવશે. હવે મેટ્રો લાઇટ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોચ્ચી, બેંગ્લોર, ચેન્નાઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે 2020-21નું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે રેલવે માટે 1,10,055 કરોડની રકમ ફાળવી છે, જેમાંથી 1,07,100 કરોડ ફક્ત મૂડી ખર્ચ માટે છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યું છે કે 46 હજાર કિલોમીટર રેલ્વે લાઇન પર વીજળી સાથે ટ્રેનો દોડશે. આ સિવાય એનઆરપી (નેશનલ રેલ પ્લાન) 2030ના ડ્રાફ્ટ પર કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. તેમજ દેશમાં એકમાત્ર નિર્માણાત્મક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, જે મુંબઈને અમદાવાદ સાથે જોડશે. રેલ્વે અને મેટ્રો માટે નિર્મલા સીતારામણે કહ્યું કે રાષ્ટ્રીય રેલ્વે  યોજના તૈયાર થઈ ગઈ છે. 

ભારતીય રેલ્વે ઉપરાંત મેટ્રો, સિટી બસ સેવા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે 18 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. મેટ્રો લાઇટ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોચ્ચી, બેંગ્લોર, ચેન્નાઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

નાણાંમંત્રીએ  કહ્યું કે પૂર્વીય અને પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે, જે ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે. તેમજ તેની સંપત્તિનું પણ મોનીટાઈઝ કરવામાં આવશે. ડિસેમ્બર 2023 સુધીમાં રેલ્વે બ્રોડગેજ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ કરવામાં આવશે.  રેલ્વે 150 ખાનગી ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે. રાષ્ટ્રીય રેલ્વે યોજના મુજબ હાઇ-સ્પીડ ટ્રેનો દિલ્હીથી વારાણસી થઈને અયોધ્યા, પટનાથી ગુવાહાટી, વારાણસીથી પટણા, હૈદરાબાદથી બેંગલોર, દિલ્હીથી અમદાવાદ થઈને ઉદયપુર, દિલ્હીથી ચંદીગઢ, મુંબઇથી હૈદરાબાદ અને અમૃતસરથી જમ્મુ રૂટ પર દોડશે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application