મુઇઝુ સરકાર અને ચીનની વધતી નજદીકિયા ચિંતાપ્રેરક

  • March 08, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલદીવની મુઇઝુ સરકાર અને ચીનની વધતી નજદીકિયા ભારત માટે ચિંતા પ્રેરક બની રહી છે કેમકે માલદીવ વ્યૂહાત્મક રીતે ભારતની નજીક છે. ઘટના એવી છે કે માલદીવના સમુદ્રમાં ચીનનું સંશોધન જહાજ 'ઝિઆંગ યાંગ હોંગ 03' એક મહિના સુધી રોકાયુ હતું અને તેના પગલે મુઇઝુ સરકાર અને ચીન વચ્ચે એક મોટી ડીલ થવા જઈ રહી હોવાની અટકળો ચાલી રહી છે. જો કે આ જહાજ માછલીઓની હિલચાલ પર નજર રાખવા અને સમુદ્રમાંથી રાસાયણિક અને ભૌતિક ડેટા એકત્રિત કરવા માટે ઉપકરણો સ્થાપિત કરવા આવ્યું હોવાનું કારણ આપ્યું છે તેમ છતાં આ બાબત ભારત માટે વિચારવા લાયક તો ખરી જ.


માલદીવ અને ચીન વચ્ચે હિંદ મહાસાગરમાં માછલીઓની હિલચાલ પર નજર રાખવા અને સમુદ્રમાંથી રાસાયણિક અને ભૌતિક ડેટા એકત્રિત કરવા માટે ઉપકરણો સ્થાપિત કરવા માટે ચર્ચા ચાલી રહી છે. બંને દેશો વચ્ચે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે માલદીવમાં માછીમારી ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.


માલદીવના મંત્રીની ચીની અધિકારીઓ સાથે મુલાકાત

માલદીવના મત્સ્યઉદ્યોગ અને મહાસાગર સંસાધન મંત્રી અહેમદ શિયામે તાજેતરમાં ચીનના સેકન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા. આ બેઠકમાં દરિયાઈ સંશોધન અને સહયોગ વધારવા પર ચર્ચા થઈ.ચીની સંસ્થાના અધિકારીઓએ માલદીવના પર્યટન મંત્રાલય, પર્યાવરણ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી. જોકે, માલદીવ સરકારે આ બેઠકોની વિગતવાર માહિતી શેર કરી નથી.


માછલીઓની ગતિવિધિઓ પર નજર રખાશે

આ સમગ્ર ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ચીનનું સંશોધન જહાજ 'ઝિઆંગ યાંગ હોંગ 03' જાન્યુઆરી 2024માં લગભગ એક મહિના સુધી માલદીવના પાણીમાં હાજર હતું. માલદીવ વ્યૂહાત્મક રીતે ભારતની નજીક સ્થિત હોવાથી ભારતે આ જહાજના આગમન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.અહેવાલ મુજબ, માલદીવ સરકારે ચીની સંશોધન ઉપકરણોની સ્થાપનાની વિગતો આપી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ઉપકરણો દરિયાઈ પર્યાવરણ અને માછલી પ્રવૃત્તિઓ પર ડેટા એકત્રિત કરશે.


માલદીવ લક્ષદ્વીપથી માત્ર 70 નોટિકલ માઇલ દૂર

માલદીવ ભારતના લક્ષદ્વીપથી માત્ર 70 નોટિકલ માઇલ દૂર સ્થિત છે અને હિંદ મહાસાગરના વેપાર માર્ગોના કેન્દ્રમાં આવેલું છે. આવી સ્થિતિમાં, અહીં ચીની સંશોધન પ્રવૃત્તિઓમાં વધારો ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application