શિક્ષણને લઈને પણ બજેટમાં કરવામાં આવી અનેક જાહેરાતો, કરોડો વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી આટલા રૂપિયાની જોગવાઈ

  • February 01, 2021 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષણને લઈને પણ બજેટમાં અનેક જાહેરાતો કરી હતી. તેમણે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત દેશમાં ઉચ્ચ શિક્ષણ પંચની રચનાની પણ જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, દેશમાં 100 જેટલી નવી સૈન્ય શાળાઓ બનાવવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં 758 એકલવ્ય શાળાઓ ખોલવામાં આવશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારામણે બજેટ દરમિયાન કહ્યું હતું કે 4 કરોડ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે, આ જ ક્ષેત્રમાં, સંયુક્ત રબ અમીરાત સાથે મળીને સ્કીલ ટ્રેઈનીંગ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને રોજગારની તકો મળી રહેશે. આ દિશામાં, ભારત અને જાપાન મળીને એક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application