ભારતની યુવા શૂટર મનુ ભાકરે ગયા મહિને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં તેના ઐતિહાસિક પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું હતું. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા. આ સિદ્ધિ એક જ ઓલિમ્પિક એડિશનમાં એક કરતાં વધુ મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની મનુ પ્રથમ એથ્લેટ બની છે. તાજેતરમાં જ જ્યારે મનુ ભાકરે જાહેર કાર્યક્રમોમાં તેની સાથે ઓલિમ્પિક મેડલ લઇ જવાનું શરૂ કર્યું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો..
મનુએ ટ્રોલ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
મનુ ભાકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. મનુએ લખ્યું છે કે, "પેરિસ ઓલિમ્પિક 2024માં જીતેલા મારા બે બ્રોન્ઝ મેડલ ભારતના છે. જ્યારે પણ મને કોઈ ઈવેન્ટમાં આમંત્રિત કરવામાં આવે છે અને મેડલ બતાવવા માટે કહેવામાં આવે છે ત્યારે હું ગર્વ સાથે કરું છું. આ મારી સુંદર સફર શેર કરવાની મારી રીત છે."
આ તે ટ્રોલર્સને યોગ્ય જવાબ હતો જેમણે મનુ પર દરેક જગ્યાએ તેના મેડલ બતાવવામાં 'ઓબ્સેસ્ડ' હોવાનો આરોપ લગાવ્યો હતો. મનુએ ઘણી ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જ્યાં લોકો તેના મેડલને લઈને તેની મજાક ઉડાવતા હતા.
બ્રેક પર છે મનુ ભાકર
હાલમાં મનુ ભાકર બ્રેક પર છે અને તેના કોચએ સંકેત આપ્યો છે કે તે આગામી ત્રણ મહિના સુધી સ્પર્ધામાં પરત નહીં ફરે. તે પહેલાથી જ બે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ, 19 વર્લ્ડ કપ મેડલ અને કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં એક-એક ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMતળાજામાં દુકાનમાંથી વિદેશી દાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
June 07, 2025 02:18 PMટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો તણાવ ઘટાડવા રિપબ્લિકન સાંસદો-નેતાઓનો અનુરોધ
June 07, 2025 02:17 PMતળાજાના ભારોલી ગામે આધેડની હત્યા
June 07, 2025 02:16 PMમથાવડાના બે યુવાનોને સથરા નજીક અકસ્માતમાં ઇજા
June 07, 2025 02:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech