નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહ માટે ઘણા વૈશ્વિક નેતાઓ પણ ભારત પહોંચ્યા છે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. નરેન્દ્ર મોદી પંડિત જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનારા બીજા નેતા હશે.
આ નેતાઓને મળી શકે છે મોદી કેબિનેટમાં સ્થાન
મોદી સરકારની કેબિનેટમાં જૂના અને નવા નેતાઓનો સમન્વય જોવા મળશે. મોદી સરકારની કેબિનેટમાં સામેલ થવા માટે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, જયંત ચૌધરી, જીતનરામ માંઝી, અનુપ્રિયા પટેલ વગેરે નેતાઓને ફોન આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ગઠબંધનના નેતાઓને પણ મંત્રીમંડળમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી ચર્ચા છે. મંત્રીમંડળમાં મનસુખ માંડવીયા, નીતિન ગડકરી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓને સ્થાન મળી શકે છે.
અશ્વિની વૈષ્ણવને પણ મંત્રી પદ મળી શકે છે
અશ્વિની વૈષ્ણવને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ફોન આવ્યો હોવાના અહેવાલ છે. જે બાદ એવી અટકળો ચાલી રહી છે કે અશ્વિની વૈષ્ણવ પણ મોદી કેબિનેટમાં વાપસી કરી શકે છે.
વડાપ્રધાન મોદી પીએમ આવાસ પર નવા ચૂંટાયેલા સાંસદોને મળશે
કેટલાક નવા ચૂંટાયેલા સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના નિવાસસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે જે સાંસદોને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે તેમને એનડીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે. દરમિયાન TDP સાંસદ જયદેવ ગલ્લાએ 'X' પર લખ્યું કે પાર્ટીના સાંસદ રામ મોહન નાયડુ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે અને અન્ય સાંસદ ચંદ્રશેખર પેમ્માસાનીને રાજ્ય મંત્રી બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદી ભાજપ સાથે બે સંપૂર્ણ કાર્યકાળ બાદ રવિવારે ત્રીજી વખત ગઠબંધન સરકારના વડા તરીકે શપથ લેવા તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech