હંમેશા કોઈ દુર્ઘટના ઘટે પછી સરકાર આદેશો છોડે અને તત્રં એકસનમાં આવે થોડા દિવસ બધા નાટક ચાલે, સબળા સરકી જાય નબળા નિયમ આંટીએ ચડે આ બધું થોડા દિવસ ચાલે અને પછી પાછું હતું એજ અવસ્થામાં સરકાર અને તત્રં ઠરીને ઠીકં થઇને બેસી જાય અને ફરી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આ જ ક્રમ મુજબ સાઇકલ ફરતી થાય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેની સાથે તેમના પરિવારજનો આવતા હોઈ છે. સિવિલએ સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે એમ છતાં આટલી મોટી હોસ્પિટલમાં ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. જેના કારણે દર બે મહિને મહાપાલિકાની ફાયરની ટિમને બોલાવી હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની તાલિમ આપવી પડી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલના ચોક્કસ કર્મચારીની પોસ્ટ અન્ય જગ્યાની અને કામ ફાયરનું કરવામાં આવી રહ્યું છે. અનેક વખત ઇમરજન્સી સહિતના વિભાગમાં આગના છમકલાંના બનાવ બન્યા છે અને સમય સતર્કતાના કારણે સ્ટાફ અને સિકયોરિટી દ્રારા ફાયર સિલિન્ડરથી બુઝાવવામાં આવતા જાનહાનિના બનાવ સ્હેજમાં અટકયા હતા. હોસ્પિટલમાં કોઈ મોટી આગની દુર્ઘટના બને તો હોસ્પિટલ પાસે પોતાનો પરમીનેટ ફાયર સ્ટાફ જ નથી અને માત્ર ટ્રેઈની સ્ટાફથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. એમ છતાં આટલા સમયમાં નહતો સરકાર અને નહતો સિવિલ તંત્રએ હોસ્પિટલ માટે અલગથી ફાયર ઓફિસર અને સ્ટાફની નિમણુકં કરી.
જયારે હવે રાંડા પછીનું ડહાપણ કહીએ તેમ ટીઆરપી ગેમ ઝોનમાં આગના હત્યાકાંડ પછીની મિનિટોમાં સમગ્ર રાયમાં ફાયર સેફટીના સઘન ચેકિંગના આદેશો અપાયા ત્યારે તો મોટા ભાગના કોમર્શિયલ અને પબ્લિક પ્લેસ જેવી જગ્યાઓમાં ફાયર એનઓસી કે બીયુ ન હોવાનું સામે આવ્યું હતું. સવાલ એ થાય છે કે, આ બધું પહેલા કેમ ન થયું ? જો થયું હોત તો કદાચ આગમાં હોમાયેલી ૨૮ માસુમ જિંદગીઓ આજે પરિવાર સાથે હેમખેમ હોત.હોસ્પિટલમાં પણ ભગવાન ન કરે કે આવો કોઈ અિકાંડ ખેલાય પણ ફાયર ઓફિસર અને ટ્રેઈની સ્ટાફ સાથે હોસ્પિટલ તત્રં સ રહેવું પણ એટલું જ જરી છે
સિવિલની ફાયર સેફટી કિવક રિસ્પોન્સ ટીમને એકિટવ કરાઈ
સમગ્ર રાયમાં ફાયરને લઈને ચેકીંગ સાથે દોડધામ ચાલી રહી છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પણ ઉચ્ચ કક્ષાએથી આદેશો છૂટા બાદ ૨૦૨૩માં નક્કી થયા પછી ફરી કદાચ કયારેય ન મળેલી ફાયર સેફટી માટેની કિવક રિસ્પોન્સ ટિમને કેટલાક સુધારા સાથે ફરી એલર્ટ કરવામાં આવી છે. આ ટિમમાં એચઓડીને નોડલ ઓફિસર, એક મેડિકલ ઓફિસરને આસી.નોડલ ઓફિસર, જયારે આર.એમ.ઓ, નસગ સુપ્રિટેન્ડેન્ટ, હેડ નર્સ( પીડીયું–ઝનાના), હિસાબી આધિકારી, વહીવટી અધિકારી, ઓફિસ સુપ્રીટેન્ડેટ એડી બ્રાન્ચ, ઓકિસજન નોડલ ઓફિસર, એએચએ, બે સેનેટરી ઇન્સ્પેકટર, ત્રણ એચઆર મેનેજર ને સભ્ય તરીકે કમિટીમાં નિમણુકં કરવામાં આવી છે. અને તમામને વ્યકિતગત જવાબદારી સોંપવામાં આવનાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech