રાજકોટ મહાપાલિકા દ્વારા ગત સાંજે દિવાળી ઉત્સવનું ઉદ્દઘાટન કયર્િ બાદ બેફામ ડીજે મ્યુઝિક વગાડીને રેસકોર્સ રિંગ રોડ ઉપરના એપાર્ટમેન્ટ્સમાં રહેતા રહીશોની ઉંઘમાં ખલેલ પહોંચાડતા આ મામલે ગેલેક્સી એપાર્ટમેન્ટ, રાજેશ એપાર્ટમેન્ટ અને કિરણ એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીઓમાંથી મહાપાલિકામાં ફરિયાદોનો મારો કરાયો હોવાનું જાણવા મળે છે.
મહાપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ઉપર ગેલેક્સી એપાર્ટમેન્ટની તદ્દન બાજુમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ મુકવામાં આવી હોય અને ખુબ જ હાઇ વોલ્યુમથી મ્યુઝિક વગાડવામાં આવતા ટોપ ફ્લોર સુધી અવાજ પહોંચતો હતો. આ મામલે અમુક ફ્લેટધારકો નીચે ઉતયર્િ હતા અને રાત્રે 10 વાગ્યા પછી મ્યુઝિક ધીમું રાખવા કહ્યું હતું પરંતુ ત્યાં આગળ રહેલા લોકોએ આ વાત ધ્યાને લીધી ન હતી અને મ્યુઝિક વગાડવાનું સતત ચાલુ રાખતા આ મામલે મહાપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા અંતે મોડી રાત્રે મ્યુઝિક ધીમું કરાયું હતું. જો કે લેસર શોની લાઇટ્સ એપાર્ટમેન્ટ ઉપર પડવાની યથાવત રહી હતી. દરમિયાન આ મામલે આજે મ્યુનિસિપલ કમિશનર સુધી અને જરૂર પડ્યે પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વોલ્યુમ સ્લો રાખવા કહેતા કહ્યું કે તમારાથી થાય તે કરી લ્યો, અમને ઉપરથી આદેશ છે !
રાજકોટ મહાપાલિકા દ્વારા દિવાળી ઉત્સવના પ્રારંભ સાથે રેસકોર્સ રિંગ રોડ ઉપર લાઇટિંગ ડેકોરેશન કરી લેસર શો તેમજ ડીજે મ્યુઝિક વગાડવાનું શરૂ કરાયું હતું, આ ડીજે મ્યુઝિક માટે કિસાનપરા ચોક, એરપોર્ટ રોડ કોર્નર, પોલીસ હેડક્વાર્ટર પાસે તેમજ ચોથો પોઇન્ટ ગેલેક્સી એપાર્ટમેન્ટની તદ્દન બાજુમાં રાખવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ અને પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડની ગાઇડલાઇન કરતા વધુ ઉંચા ડેસીબલનું હાઇ વોલ્યુમ રાખી પાશ્ચાત્ય સંસ્કૃતિના અંગ્રેજી ગીતો વગાડતા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા ફ્લેટધારકોની ઉંઘમાં વિક્ષેપ પડ્યો હતો, દરમિયાન અમુક ફ્લેટધારકો ડીજે મ્યુઝિક વગાડતા સ્ટાફને વોલ્યુમ સ્લો રાખવાનું કહેવા જતા મ્યુઝિક ઓપરેટ કરતા સ્ટાફએ ફ્લેટ ધારકો સાથે ઉધ્ધત વર્તન કરી એવો જવાબ આપ્યો હતો કે તમારાથી થાય તે કરી લ્યો...મ્યુઝિક તો આ રીતે જ વાગશે..અમને ઉપરથી આદેશ છે !
બહુમાળી ભવનમાંથી ઓપરેટ થતાં લેસર શોની લાઇટ્સ સીધી ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર પડે છે
રાજકોટ મહાપાલિકા દ્વારા દિવાળી ઉત્સવ નિમિતે પાંચ દિવસ સુધી લેસર શોનું આયોજન કરાયું છે, ગઇકાલે ઉત્સવના પ્રારંભ સાથે લેસર શો શરૂ થયો હતો.સરકારી બહુમાળી ભવનમાંથી ઓપરેટ થતા આ લેસર શોની લાઇટ્સ સીધી જ ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટસ ઉપર પડતી હોવાને કારણે ગત રાત્રે મોડે સુધી રહીશો ઉંઘી શક્યા ન હતા, આવી નવતર સમસ્યા માટે ક્યાં આગળ કોને ફરિયાદ કરવી તે મામલે ફ્લેટધારકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. ખાસ કરીને બહુમાળી ભવનથી ગેલેક્સી એપાર્ટમેન્ટ સુધીના રસ્તામાં વચ્ચે એક પણ હાઇરાઇઝ બિલ્ડીંગ આવતું ન હોય લેસર શોની લાઇટ્સ સીધી જ ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર પડી રહી હોવાનું ફ્લેટધારકોએ જણાવ્યું હતું. અંતે મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને ટેલિફોનિક રજુઆત કયર્િ બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. અન્ય નાગરિકોની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય તે રીતે લેસર શોની લાઇટ્સ ફેંકી શકાય ? તેવો સવાલ રહીશોએ ઉઠાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech