રાજપરાના ખેડૂત મનજી ધામેલીયા પપૈયા અને કેળની ખેતીથી મેળવે છે મબલખ આવક

  • October 14, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નં- ૨ ગામના ખેડૂત છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતી એટલે કે દેશી ગાય આધારિત ખેતી કરીને ખુબ સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે.  રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત મનજીભાઈને પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાતા એક વર્ષ પહેલાં તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં તેઓ એક વીઘા જમીનમાંથી વર્ષે ત્રણ થી સાડા ત્રણ લાખની આવક મેળવી રહ્યા છે.
એક મુલાકાતમાં  મનજીભાઈ એ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર દેશી ગાયનનું છાણ અને મળમૂત્ર છે. આ ખેત પદ્ધતિ વડે ખેડૂતો ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મેળવીને સારી આવક મેળવી શકે છે. તેઓએ આ વર્ષે પોતાના ખેતરમાં તાઇવાન પપૈયા અને કેળ ની ખેતી કરે છે અને ખુબ સારુ ઉત્પાદન થવાની ધારણા છે. 
મનજીભાઈ એ રાજ્ય સરકારના બાગાયત ખાતાની સબસીડીનો લાભ પણ લીધો છે. તેમણે જણાવ્યું કે, આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહેનત કરીને ખેડૂતો સાથે માહિતીનું આદાન- પ્રદાન કરી રહ્યા છે. જિલ્લાના બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે અને માર્ગદર્શન પણ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application