દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ૧૭ મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. આ મામલે જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા બેન્ચે ૬ ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યેા હતો. હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી હતી. જેની સામે આખરે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મનીષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી મનીષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આદેશ અનુસાર ૬થી ૮ મહિનાની મુદ્દત વીતી ગઈ છે. વિલંબના આધારે જામીનની વાત અમે ગત વર્ષે ઓકટોબરના આદેશમાં જ કહી દીધી હતી.
શું છે સમગ્ર મામલો ?
મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી ૨૦૨૧–૨૨ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટ્રાચાર કરવાના આરોપમાં ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૩માં સીબીઆઈએ ધરપકડ કરી હતી. ત્યારબાદ ઇડીએ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી. સિસોદિયાએ ૨૦૨૩ની ૨૮ ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. સિસોદિયાએ એમ કહીને જામીનની માંગણી કરી હતી કે તેઓ ૧૭ મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામેની સુનાવણી હજુ શ થઈ નથી. ઇડી અને સીબીઆઈએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યેા હતો.
ચાર શરતો પર મળ્યા જામીન
સુપ્રીમ કોર્ટે જામીન આપતાં કહ્યું કે મનીષ સિસોદિયા સમાજના સન્માનિત વ્યકિત છે અને તેમના ફરાર થવાની કોઈ શકયતા નથી. આ કેસમાં મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને છેડછાડની કોઈ શકયતા નથી. સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ચાર શરતો પર જામીન આપ્યા છે. પહેલું એ કે તેણે ૧૦ લાખ પિયાના બોન્ડ ભરવાના રહેશે. આ સિવાય તેઓએ બે જામીન રજૂ કરવાના રહેશે. યારે ત્રીજી શરત એ છે કે તે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે. આ ઉપરાંત મનીષ સિસોદિયાએ સોમવાર અને ગુવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech