શહેરની ટીમે રાજકોટ– અમદાવાદ હાઈવે પર લાલપરી નદીના પુલ પાસેથી સોમવાર રાત્રિના કારમાં પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે ફ્રત્પટના ધંધાર્થી ચાર શખસોને ઝડપી લીધા હતા તેમની પૂછતાછ કરતા તેઓ મહારાષ્ટ્ર્ર ફરવા ગયા હોય દરમિયાન મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા કરનાલ ગામમાંથી આઝાદસિંગ નામના શખસ પાસેથી આ હથિયાર ખરીધું હોવાની કબુલાત આપી હતી. આરોપીઓ પૈકી એકને માથાકૂટ ચાલતી હોય જેથી તેણે હથિયાર સાથે રાખ્યું હતું. આ અંગે પોલીસે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એમપીના શખસને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા પીએસઆઇ આર.જે.કામળિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ ચૌહાણ અને કોન્સ્ટેબલ કિશોરભાઈ ઘુઘલને મળેલી બાતમીના આધારે લાલપરી નદીના પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન અહીંથી સ્વીટ કાર પસાર થતા પોલીસે તેને અટકાવી હતી. જેમાં તપાસ કરતા દેશી બનાવટની પિસ્ટોલ અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. પોલીસે કારમાં બેઠેલા સંદીપ સુદામાભાઈ નાવાણી (ઉ.વ ૩૨ રહે. અર્પણ પાર્ક શેરી નંબર–૧ રેલનગર), અભય ઉર્ફે લાલો ચંદુભાઈ મા (ઉ.વ ૨૬ રહે એકતા સોસાયટી શેરી નંબર ૨, ભગવતીપરા), મયુર પ્રકાશભાઈ ટોલાણી(ઉ.વ ૨૪ રહે. ગુજીનગર નજીક રૈયા ગામ) અને વીકી ઉર્ફે અજય સુરેશભાઈ વધાવા (ઉ.વ ૨૫ રહે ઋષિકેશ સોસાયટી શેરી નંબર–૩ રેલનગર) ની ધરપકડ કરી તેમની પાસેથી હથિયાર કાર્ટીસ તથા ચાર મોબાઇલ કબજે કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, ચારેય આરોપીઓ ફ્રુટના ધંધાર્થી છે દિવાળીની રજા હોવાથી મહારાષ્ટ્ર્રના ભુસાવળમાં ફરવા માટે ગયા હતા યાં બે દિવસ રોકાયા બાદ મધ્યપ્રદેશની બોર્ડર આવતા કરનાલ ગામમાંથી આઝાદસિંગ નામના શખસ પાસેથી સંદીપે . ૨૫,૦૦૦ માં પિસ્તોલ અને કાર્ટીસ ખરીદી હતી. સંદીપ સાધુ વાસવાની રોડ પર ફ્રત્પટની લારી ચલાવે છે અહીં કેટલાક લોકો સાથે તેને માથાકૂટ ચાલતી હોય જેથી તેણે હથિયાર ખરીધું હતું. પોલીસે હથિયાર સપ્લાય કરનાર એમપીના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech