માંગરોળ: કૂવાઓમાં પાણી ખૂટયું જળસંકટ પૂર્વ પગલાં ભરવા માગ

  • April 09, 2024 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માંગરોળ શહેરની એક લાખની પ્રજાને પીવાનું પાણી પુરૂં પાડતા સુધરાઈના તમામ કુવાઓમાં પાણી ડુકી જતા અને મહી પરીએજની લાઈનમાંથી પાણી મેળવી વિતરણ શરૂ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં સુધરાઈ તંત્ર નિષ્ફળ જતાં શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે સુધરાઈના વહીવટદાર અને કરાર આધારિત નવ નિયુક્ત ચિફ ઓફીસરની વહીવટી અણઆવડતને કારણે શહેરની પ્રજાને ભર ઉનાળે તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાતા ફરી એક વખત આમ આદમી પાર્ટીના મહાવીરસિંહ ચુડાસમાએ માંગરોળની જનતાની વહારે આવી લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત બનેલા વહીવટી તંત્રનો કાન આમળી શહેરમાં ગંભીર બનેલ જળ સંકટ દૂર કરવા સત્વરે મહી પરીએજનું પાણી શરૂ કરાવી વિતરણ વ્યવસ્થા પુન: સ્થાપિત કરવા કલેકટર, પ્રાંત અધિકારી કેશોદ, જીલ્લ ા પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ,પા.પુ.બોર્ડ સહિતનાઓને પત્ર પાઠવી માંગ કરી છે.
છેલ્લ ા પંદરેક દિવસથી સુધરાઈના કુવાઓમાથી પાણીની આવક ઘટતાં મુકાયેલ પાણી કાપથી ઉભી થયેલી સ્થિતિ બાબતે આમ આદમી પાર્ટીની રજૂઆત બાદ પાણી કાપનો સમય ધટાડાયા બાદ કુવાઓમા દસ બાર દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું હોવા બાબતે તંત્રને વાકેફ કરવા છતાં સુધરાઈના નવ નિયુક્ત ચિફ ઓફીસરે પાણી બાબતને ગંભીરતાથી ન લેતા અને મહી પરીએજનું પાણી મેળવવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરતા ફરી માંગરોળનું જળ સંકટ ગહેરાયુ છે કુવાઓમા પાણી ડુકી જતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે લોકસભાની ચૂંટણી સમયે પાણી પ્રશ્ને દેકારો બોલતા વહીવટદાર તરીકે રહેલ કેશોદના પ્રાત અધિકારી કિશન ગરસરે તાબળતોબ પાણી પુરવઠા બોર્ડને પત્ર પાઠવી મહી પરીએજની લાઈન મારફતે પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માગણી કરી છે. વર્ષો દરમિયાન માંગરોળ સુધરાઈએ મહી પરીએજની લાઈન મારફતે મેળવેલ પાણીના લાખો રૂપિયાના બીલો પાણી પુરવઠા બોર્ડને ચુકવેલ ન હોય જેથી પાણી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. જેનો ભોગ માગરોળની પ્રજા બની રહેલ હોય તુરંતથી માગરોળની પ્રજાને ઉનાળાની સિઝનમાં સુધરાઈના પાપે ઉભી થયેલી જળ સમસ્યામાંથી મુક્તિ અપાવી પીવાના પાણીની જીવન આવશ્યક સેવા પુર્વવત કરવા આમ આદમી પાર્ટી માંગરોળ એકમના મહાવીરસિંહ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ પત્રો પાઠવી રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application