પ્રભાસપાટણ : સમગ્ર ગીર સોમનાથ જિલ્લ ાનો ૧૧૦ કિ.મી.નો સાગરમાં ૧ જૂન ૨૦૨૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ એટલે કે ૭૬ દિવસ સુધી દરિયામાં માછીમારી માટે પ્રતિબધં રહેશે. માછલીઓના સંવર્ધન માટે સરકારના મહત્વના નિર્ણયસમું આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. જેમાં રાયના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા ૧ જૂનથી ૩૧ જુલાઇ ૨૦૨૬ અને ગુજરાત મત્સ્ય ઉધોગના ૨૦૨૦ના ફેરફાર મુજબ આ પ્રતિબધં ૧ જુન ૨૦૨૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી કુલ ૭૬ દિવસ સુધીનો પ્રતિબધં રહેશે. આ આદેશનો ભગં કરનાર સામે ગુજરાત મત્સ્ય ઉધોગ કાયદો ૨૦૦૩ની કલમ ૬૧ (૨)ના ભગં બદલ કલમ ૨૧૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે રાયના આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક) એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવેલ છે