એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી

  • May 02, 2025 10:26 AM 

સરકારી એજન્સીઓનાં નિષ્ણાંતોએ ઉદ્યોગકારોને આપ્યું બહુમુલું માર્ગદર્શન: ગુજરાતની એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું

ભરતી ગુણવત્તા યાત્રા દ્વારકા આવી પહોંચી હતી. જેમાં, સ્થાનિક ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. 

આ વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના, ક્યૂ.સી.આઈ.નાં સંયુક્ત નિયામક મોહિત સિંહ દ્વારા કરવામાં આવી હતી. ક્યુ.સી.આઈ.ના સલાહકાર જગત પટેલ દ્વારા એમ.એસ.એમ.ઈ. માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે (ક્યુ.સી.આઈ. દ્વારા પ્રસ્તુત) ઝેડ.ઈ.ડી. અને લીન પ્રમાણપત્રો, ક્યુ.સી.આઈ.ના સંયુક્ત નિયામક ડૉ. ભૂમિ રાજ્યગુરુ દ્વારા એમએસએમઈ માટે ઓપરેશનલ અને ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે ક્યુ.સી.આઈ. દ્વારા અપાતી એન.એ.બી.એલ., બી.આઇ.એસના અધિકારીઓ અમર શર્મા અને એફ.એસ.એસ.એ.આઈ. ગુજરાત સરકારના એફ.એસ.ઓ. એન.એમ.પરમાર દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન, જીપીસીબીના અધિકારી જી.બી.ભટ્ટ દ્વારા પર્યાવરણ નિયમન અને અનુપાલન, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક (ડી.આઇ.એસ.એચ.) ના અધિકારી યોગેશ પેન્ડલ દ્વારા ઔદ્યોગિક સુરક્ષાને લગતું માર્ગદર્શન, ક્યુ.સી.આઈના ટેકનિકલ નિષ્ણાંત હિરેન વ્યાસ દ્વારા આઇ.એસ.ઓ. ધોરણો પ્રમાણપત્રો અંગે માર્ગદર્શન, ,દેવભૂમિ દ્વારકા ડી.આઈ.સી.ના જી.એમ. પી.બી. પટેલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. માટે યોજનાઓ અને લાભો અંગે સેશન લીધું હતું.

આમંત્રિતમાં મહેમાનો કમલેશભાઈ સામાણી, પ્રમુખ, મિનરલ પ્રોસેસર્સ એસોસિએશન, દેવભૂમિ દ્વારકા તેમજ મોહિત સિંહ, સંયુક્ત નિદેશક, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ક્યુસીઆઈ), દિલ્હી એચઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી ચાલુ રહેશે.

સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, જામનગર, મોરબી, સિદ્ધપુર અને વિદ્યાનગર વગેરે જેવા ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય ૨૪ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

આ યાત્રાથી રાજ્યભરના એમ.એસ.એમ.ઇ.ને ઝેડ.ઇ.ડી., આઇ.એસ.ઓ., લીન અને એન.એ.બી.એલ. એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત, વિકસિત ભારત ૨૦૪૭ માટે સજ્જ બનાવશે. ગુણવત્તા યાત્રા એ ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતાની યાત્રાની નવી શરૂઆતની એક શરૂઆત બની રહેશે, તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application