ભાણવડ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

  • May 24, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ માટે પી.એમ. પોષણ શક્તિ નિર્માણ યોજનાં અંતર્ગત કાર્યરત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના ભાણવડ તાલુકામાં ફતેપુર વાડી શાળા -2, હાથલા વાડી શાળા, જામપર વાડી શાળા -1 તેમજ સાજડીયારી વાડી શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર કેન્દ્રોના “સંચાલક-કમ-કુક”ની ભરતી કરવામાં આવશે.


આ માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ. અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ભાણવડની મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા. 30 મે સુધીનો રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવલી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.


અરજી ફોર્મની સાથે શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટની નકલ, આધારકાર્ડની નકલ, ચુંટણીકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા, સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલા જાતિના પ્રમાણપત્રની નકલ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જન્મતારીખના પુરાવાની નકલ તથા અન્ય જરૂરી આધારો જોડવાના રહેશે તેમ ભાણવડના મામલતદારની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application