મોટી ટાંકી ચોકમાં રાત્રીના હોટલ માલિક, મેનેજર પર ૩ અજાણ્યા શખસોનો હુમલો

  • May 24, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મોટી ટાંકી ચોકમાં મોડી રાત્રીના હોટલ માલિક અને મેનેજરને ત્રણ અજાણ્યા શખસોએ ઢીકાપાટુ અને પથ્થર વડે મારમાર્યેા હતો અહીં વાહન સાઈડમાં લેવા બાબતે એક શખસ સાથે બોલાચાલી થયા બાદ તેણે ફોન કરી પોતાના બે સાથીદારોને બોલાવી હત્પમલો કર્યેા હતો. આ અંગે હોટલ માલિકની ફરિયાદ પરથી પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, મિલપરા શેરી નંબર–૭ ગરબીચોકમાં રહેતા દુર્ગેશભાઈ જગદીશભાઈ ખેમાણી(ઉ.વ ૩૨) નામના યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને બસ સ્ટેશન પાસે જે.કે. હોટલ આવેલી છે. ગઈકાલે દુર્ગેશભાઈનો સાળો રાત્રિના ૨:૦૦ વાગ્યા આસપાસ અમદાવાદથી મહાસાગર બસમાં મોટી ટાંકી ચોક ખાતે આવવાનો હોય જેથી દુર્ગેશભાઈ તથા તેમના મેનેજર પાર્થ દેગડા બંને અહીં બાઇક લઈને આવ્યા હતા અને રાત્રિના દોઢથી બે વાગ્યા આસપાસ મોટી ટાંકી ચોક મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસ પાસે વાહન રાખીને બેઠા હતા.

દરમિયાન એક શખસ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તમારી ગાડી સાઈડમાં લો જેથી દુર્ગેશભાઈએ કહ્યું હતું કે, અમારી ગાડી કયાં નડે છે આ સાંભળી આ શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફોન કરી પોતાના અન્ય બે સાથીદારોને બોલાવી લીધા હતા.બાદમાં આ શખસોએ કોઈ વાતચીત કર્યા વગર મેનેજર પાર્થને ફડાકો મારી દીધો હતો અને દુર્ગેશ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન અહીંથી પથ્થર ઉપાડી ફરિયાદીને કાન પાસે મારી દીધો હતો તેમજ બંનેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. મારના લીધે ફરિયાદી અર્ધબેભાન થઈ જતા અહીં અન્ય લોકો આવી જતા તેમણે આ બંનેને વધુ મારમાંથી બચાવ્યા હતા જતા જતા આ શખસોએ ધમકી આપી હતી કે, તું પાછો મળ તને જાનથી મારી નાખવો છે બાદમાં હોટલ માલિક અને મેનેજર બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પ્ર.નગર પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application