પોરબંદર નજીકના રાણાવાવની સીમેન્ટ ફેકટરીમાં ૨૮ વર્ષ પહેલા કામ કરી રહેલ પંજાબી ઇસમે એક સગીરાને લલચાવી ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરીને લઇ ગયાનો ગુન્હો નોંધાયો હતો. પેરોલ ફર્લો સ્કવોડે યુવાન અને સગીરા હાલમાં ત્રણ સંતાનના માતા-પિતા છે અને મોટીપુત્રીના તો લગ્ન પણ થઇ ગયા છે. ત્યારે આ ગુન્હો ડીટેકટ કરીને તેઓએ સહપરિવાર વડોદરામાંથી શોધી કાઢયા છે.
બનાવની વિગત એવી હતી કે પંજાબના સરઇ તલવાડી ગામનો ગુરુબચ્ચનસિંગ ઉર્ફે ગુરબતસિંગ ઉર્ફે લાડી દિલીપસિંગ ચૌહાણ વર્ષ ૧૯૯૭માં પોરબંદર નજીકના રાણાવાવની સીમેન્ટ ફેકટરીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને એ સમયે એ જ વિસ્તારની એક સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાનો ગુનો ૨૮ વર્ષ પહેલા રાણાવાવ પોલીસ મથકમાં દાખલ થયો હતો. પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. જે.આર. કટારા, હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ સીસોદીયા અને વજસીભાઇ વને સંયુકત બાતમી એવી મળી હતી કે નાસતો ફરતો ગુરુબચ્ચન હાલમાં વડોદરા ખાતે આવનાર છે તેથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ૨૮ વર્ષથી નાસતા ફરતા આ ઇસમને પકડવા માટે વડોદરા તપાસ હાથ ધરી હતી અને તેને પકડી પાડયો હતો.
પૂછપરછમાં એવુ જાણવા મળ્યુ હતુ કે જે સગીરા સાથે તે ભાગી ગયો હતો એ સગીરા સાથે તેણે લગ્ન કરી લીધા હતા અને ત્રણ સંતાનોના માતાપિતા બની ચૂકયા હતા. એટલું જ નહીં પરંતુ તેની મોટી દીકરીના તો લગ્ન પણ થઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યુ છે. ભોગ બનનાર અને આરોપી બંનેને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યા છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા, એ.એસ.આઇ. એચ. કે. પરમાર, જે.આર. કટારા, પિયુષભાઇ બોદર, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા, પ્રકાશભાઇ નકુમ તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા વજશીભાઇ વ તથા કેશુભાઇ ગોરાણીયા તથા હરેશભાઇ સીસોદીયા, પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટીકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech