પોરબંદરમાં મંદબુધ્ધિની યુવતીને સગર્ભા બનાવનાર શખ્શને જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધીની પડી સજા

  • April 16, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મંદબુધ્ધિની યુવતીને સગર્ભા બનાવનાર શખ્શને જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધીની સજા પડી છે.
આ ગુન્હાની ટૂંકી હકીકત એવી છે કે, આ ગામના ફરીયાદીની માનસિક રીતે અસ્થિર મગજ ધરાવતી દીકરીને છેલ્લા ત્રણેક માસથી માસિકધર્મ (પીરીયડ) આવેલ ન હોવાથી ફરીયાદી (ભોગ બનનારની માતા) દ્વારા આ બાબતે ભોગ બનનારને પૂછતા તેણી કોઇ જવાબ આપ્યા વગર રડવા લાગેલ જેથી ફરીયાદી દ્વારા ભોગ બનનારને પ્રેમપૂર્વક સમજાવી છાની રાખેલ અને કોઇપણ જાતના ડર કે બીક વગર જે પણ હકીકત હોય તે જણાવવા કહેલ જેથી ભોગ બનનાર દ્વારા જણાવેલ કે, ‘હા, મા તમે ઘરકામ કરવા જતા એ પપ્પા ભાઇ સાથે કામ ઉપર  જતા ત્યારે આરોપી સામત દેવાભાઇ ભાદરવડા છેલ્લા ત્રણેક માસ દરમિયાન ઘણી વખત બપોરના સમયે મને તેના ઘરે છાશ પીવા માટે બોલાવતા અને હું ત્યાં જતી એટલે મને છાશ પીવડાવતા અને હું ત્યાં જતી એટલે તેઓ મને છાશ પીવડાવતા અને પછી મારા કપડા ઉતારી મારી સાથે ખરાબ કામ કરતા હતા.’ ત્યારબાદ ફરીયાદી દ્વારા આ બનાવ સંબંધે પોતાના દીકરાને વાત કરેલ અને પછી ભોગ બનનારને લઇ ડોકટર પાસે ગયેલ ત્યાં ભોગ બનનારનું પ્રાથમિક નિદાન કરતા તેણીને  ત્રણ માસનો ગર્ભ રહેલ હોવાનું જાણવા મળેલ જેથી તેઓ ભોગ બનનારને લઇ સખી વન સ્ટોપને મળેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ ત્યારબાદ સદર બનાવ અંગે આરોપી સામત દેવાભાઇ ભાદરવડા વિ‚ધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી વિ‚ધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુન્હો  દાખલ કરવામાં આવેલ હતો. વધુમાં કેસની તપાસ ચાલતા દરમિયાન આ કામના ફરીયાદી, ભોગ બનનારની માતા દ્વારા પોતાની દીકરી માનસિક રીતે અસ્થિરતા (મંદબુધ્ધિ) ધરાવતી હોવાથી તેઓની દીકરીને રહી ગયેલ ગર્ભનું ટર્મીનેશન કરાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવેલ. જે અન્વયે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી ‚લ્સમાં નિયત કરવામાં આવેલ જોગવાઇઓ મુજબ પેનલ ડોકટરો તરફથી આપવામાં આવેલ ઓપિનિયન ધ્યાને લઇ કોર્ટ દ્વારા ભોગ બનનારને રહેલ ગર્ભનું ટર્મિનેશન કરાવવા અંગેની અરજી મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ હતો.
પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર તરીકે સુધિરસિંહ જેઠવા રોકાયેલા હતા. તેઓ દ્વારા ૩૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૨૨ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી સામત દેવાભાઇ ભારવડા રહે: બોખીરા તુંબડા, તા.જી. પોરબંદરવાળાને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એચ.પઠાણ  દ્વારા દુષ્કર્મના ગુન્હામાં તકસીરવાન ઠરાવી જીવનના અંતિમ શ્ર્વાસ સુધીની સખત કેદની સજા તેમજ ‚ા. ૫૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે. તેમજ ભોગ બનનારને સરકાર દ્વારા ૩,૫૦,૦૦૦ નું વળતર પણ ચુકવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application