ટેન્ડર ભરવા લીધેલા 7.50 લાખનો મિત્રને ધુમ્બો મારનારને બે વર્ષની કેદ

  • June 06, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં કોમ્પ્યુટર મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરવા માટે મિત્રતાના દાવે લીધેલી રકમ 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક પરત ફરવાના કેસમાં અદાલતે આરોપીને એક વરસની સજા અને દંડ ફટકાર્યા સામે આરોપીની અપીલમાં સેશન્સ કોર્ટના હુકમથી નવેસરથી ચલાવાયેલા કેસમાં અદાલતે આરોપીને સજા એક વર્ષમાંથી વધારીને બે વર્ષની સાદી કેદની સજા અને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, શહેરના ગંજીવાડામાં રહેતા દેવરાજ વાલજી ગોહિલને આયકર વિભાગમાં કોમ્પ્યુટરનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મેળવવા માટે આર્થિક જરૂરિયાત માટે ગંજીવાડામાં જ રહેતા હિતેન્દ્ર કાનજી વાઘેલા પાસેથી આરટીજીએસથી અઢી લાખ અને રોકડા પાંચ લાખ મળી 7.50 લાખ લીધા હતા. જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા કાયદાકીય મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરીયાદી દ્વારા આ કામે રજુ થયેલ પુરાવા પરથી કાયદેસરના લેણા પેટનો ચેક હતો. ફરીયાદી તરફે રજુ થયેલા ફરીયાદ, સોગંદનામાં સમર્થનમાં રજુ કરેલ દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. જે હુકમની વિરૂધ્ધ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરતા સેશન્સ કોર્ટે સજાનો હુકમ રદ ફરમાવી નવેસરથી મેરિટસ ઉપર કેસનો ન્યાયીક નિર્ણય ક૨વા મેટર રિમાન્ડ કરવામાં અને આરોપીએ ટ્રાયલમાં સહકાર આપવાનો સેશન્સ કોર્ટએ હુકમ કર્યો હતો. છતા આરોપીએ હુકમનું પાલન કરેલ નહીં, સહકાર આપ્યો ન હતો. આ કેસ ચાલી જતા આ કામના આરોપીને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર ઠરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી, ઈશા કણઝારીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application